સિબિલ સ્કોર સુધારવો હોય તો તમારા ક્રેડિટ કાર્ડ બિલ, લોન અને અન્ય તમામ લોનની ચૂકવણી સમયસર કરો,


નવીદિલ્હી,તા.૫

મોંઘવારીના દોરમાં તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે કોઈને કોઈ કારણોસર લોન કે ક્રેડિટ કાર્ડની જરૂર પડતી જ હોય છે. જાે કે, તમારે પર્સનલ લોન જાેઈતી હોય કે કાર લોન કે પછી હોમ લોન અથવા ક્રેડિટ કાર્ડ... આ તમામ સુવિધાનો લાભ લેવા માટે સિબિલ સ્કોર સારો હોવો જરૂરી છે. સિબિલ સ્કોર જેટલો વધુ તેટલી તમારી નાણાકીય સ્થિતિ શ્રેષ્ઠ ગણાય. જાે કે, ઘણી વખત આપણે ભૂલો કરીએ છીએ, તેનાથી સિબિલ સ્કોર (ક્રેડિટ સ્કોર) ખરાબ થઈ જાય છે, અથવા ઘટી જાય છે. તેવી સ્થિતિમાં લોન મેળવવી મુશ્કેલ બને છે. અહીં અમે તમને સિબિલ સ્કોર ખરાબ થવાના અમુક કારણો અને તેમાં સુધારો કરવા સરળ ટીપ્સ લઈ આવીશું. જેની મદદથી તમે તમારો ક્રેડિટ સ્કોર સરળતાથી સુધારી નાણાકીય સુવિધાઓનો લાભ લઈ શકશો.

સિબિલ સ્કોર સામાન્ય રીતે ૩૦૦-૯૦૦ પોઈન્ટનો એક રેન્ક છે, જે તમારી નાણાકીય મજબૂતી વિશે ખ્યાલ આપે છે. જે તમારા ૨૪ માસના ક્રેડિટ ઈતિહાસ મુજબ અપડેટ થાય છે. જેમાં ૫૫૦થી ૭૦૦ પોઈન્ટનો સ્કોર સારો ગણાય છે. પરંતુ ૭૦૦-૯૦૦ પોઈન્ટનો સ્કોર અતિ ઉત્તમ છે. જેમાં તમારો સિબિલ સ્કોર ૭૫૦ કે તેથી વધુ હોય તો તમારા માટે લોન કે ક્રેડિટ કાર્ડ લેવું સરળ બને છે. આ કારણસર સિબિલ સ્કોર ખરાબ થાય છે જાે તમે કોઈ લોન લો છો અને નિશ્ચિત સમયે તેની ચૂકવણી કરતા નથી, તો તમારો ક્રેડિટ સ્કોર ઘટી શકે છે.ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર જમા નહીં કરાવો તો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ જાય છે.

બેન્ક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન જાળવવા બદલ પણ તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થાય છે.જ્યારે તમે ઓછા સમયમાં અનેક નવી લોન માટે અરજી કરો છો, ત્યારે તમારો સિબિલ સ્કોર ઘટી જાય છે.

જાે તમારે તમારો સિબિલ સ્કોર સુધારવો હોય તો તમારા ક્રેડિટ કાર્ડ બિલ, લોન અને અન્ય તમામ લોનની ચૂકવણી સમયસર કરો, જેમાં થતો વિલંબ તમારા સ્કોર પર અસર કરી શકે છે. ઈએમઆઈ તથા ક્રેડિટ કાર્ડ બિલ સમયસર ચૂકવો. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઘટાડોઃ તમારા બેન્ક દ્વારા ઉપલબ્ધ કુલ ક્રેડિટ લિમિટની તુલનામાં તમને ક્રેડિટ યુઝ રેટ આપવામાં આવે છે. પરંતુ તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ લિમિટ કરતાં પણ ૩૦ ટકા ઓછો કરો. જેમ કે, તમારા ક્રેડિટ કાર્ડની લિમિટ રૂ. ૧૦ હજાર છે, જેમાંથી રૂ. ૩૦૦૦થી વધુ ખર્ચ કરશો નહીં.જૂના ક્રેડિટ કાર્ડ બંધ ન કરોઃ સિબિલ સ્કોર તમારા ક્રેડિટના ઈતિહાસના આધારે નક્કી થાય છે. જેથી જાે જૂનો ક્રેડિટ ઈતિહાસ હશે તો સિબિલ સ્કોર વધુ સારો બનશે. આથી તમારી પાસે કોઈ જૂનું ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ હોય અને તમે તેનો ઉપયોગ કરતા નથી, તો તેને બંધ કરાવશો નહીં.નવી લોન માટે અરજી સમજી-વિચારીને કરોઃ વારંવાર લોન માટે અરજી કરવાથી ક્રેડિટ રિપોર્ટ પર અશર થાય છે. જે તમારા સિબિલ સ્કોરમાં ઘટાડો કરે છે. જેથી વારંવાર લોન માટે અરજી કરશો નહીં.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution