આવનાર લોકસભા ચૂંટણી 2024 ને ધ્યાને રાખીને સાર્વજનિક હાઈસ્કૂલ ની પાસે આવેલ પ્રમુખસ્વામી સર્કલ ખાતે વધુમાં વધુ મતદાન થાય તેવા આશયથી વી આર સાહ સાર્વજનિક હાઈસ્કૂલ ના શિક્ષકો દ્વારા ખુબ જ સુંદર અને મનમોહક રંગોળી દોરીને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી
સ્વીપ કામગીરી અર્તગત વધુ મતદાન થાય તેવા આશયથી જ્યાં હજારો મુસાફરો પોતાના રોજિંદા કામો માટે અવર જવર કરતા હોય છે તેવું સ્થળ પ્રમુખ સ્વામી સર્કલ ( નમસ્તે સર્કલ ) ની બાજુ માં પાવી જેતપુર નોડલ પી આર પ્રદીપ વાઘેલા અને વી આર શાહ સાર્વજનિક હાઇસ્કૂલના આચાર્ય સંજયભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ સાર્વજનિક હાઈસ્કૂલના તમામ સ્ટાફના સહકારથી બે કલાકની મહેનતે ખૂબ મનમોહક અને વિશાળ રંગોળી દોરીને હજારો લોકોને મતદાન માટે અપીલ કરવામાં આવી હતી