પાવાગઢ-
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં રોજ હજારો લોકો પ્રવાસ માટે આવતા હોય છે પરતું હવે પાવાગઢ યાત્રિકો માટે મોંઘુ પડી શકે છે. પાવાગઢમાં રોપ-વેની સુવિધા મોંઘુ પડી શકે છે કેમ કે રોપ-વેનું સંચાલન કરતી કંપનીએ તેના ભાડામાં વધારો કર્યો છે.પાવાગઢમાં ઉષા બ્રેકો કંપનીએ રોપ-વેના ભાડામાં વધારો કર્યો છે. પ્રવાસીઓની રોપ-વેના માધ્યમથી પાવાગઢ પર ચઢવા હવે વધારો ચાર્જ ચુકવવો પડશે. રોપ-વેએ તેના ભાડામાં ૨૯ રૂપિયાનો વધારો કર્યો છે. ટિકિટના દરોમાં વધારો કરાતા હવે રોપ-વેનું ભાડું ૧૬૯ રૂપિયા થઈ ગયું છે.
અગાઉ રોપવેનું ભાડું ૧૪૦ રૂપિયા હતું જે હવે વધીને ૧૬૯ રૂપિયા થયું છે. જાે કે વર્ષ ૨૦૧૯માં રોપ-વેમાં આ ભાડુ રૂ.૧૧૬ હતું. જે બે વર્ષમાં વધીરને રૂ.૧૬૯એ પહોચ્યું છે. એક તરફ મોંઘવારીના મારથી સામાન્ય જનતા ત્રસ્ત બની છે રાજ્યમાં પેટ્રોલ ડીઝલ, સીએસજી,પીએનજી તેમજ અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે ત્યારે હવે યાત્રાધામ પાવાગઢમાં દર્શન પણ હવે પ્રવાસીઓ માટે મોંઘું બન્યું છે.મહત્વનું છે કે રોપ-વેની સુવિધા વધ્યા બાદ પાવાગઢમાં યાત્રીકોનો ધરખમ વધારો થયો છે પરતું હવે ઉષા બ્રેકો કંપનીએ રોપ-વેએ ભાડામાં વધારો કરતા હવે રોપ-વેના માધ્યમથી પાવાગઢ પર ચઢવું મુશ્કેલ બની શકે છે.