ડાયાબિટીસમાં દર્દીઓએ ખાન-પાનમાં ખાસ ધ્યાન રાખવાનું હોય છે. બ્લડ શુગર લેવને નિયંત્રમાં રાખવા માટે કેટલાક શાકભાજીનું સેવન કરવામાં આવે છે. ત્યારે અમે આપને આજે ડાયાબિટીસના દર્દીઓએ કયું શાકભાજી ખોરાકમાં લેવું જોઇએ અને તેનાથી શું ફાયદો થાય તેના વિશે માહિતી આપીશું. લોહીમાં સુગર સ્તરને નિયંત્રણમાં રાખવા માટે લો ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળી શાકભાજીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.
બ્રોકોલી:
ડાયાબિટીઝના દર્દીઓએ તેમના આહારમાં બ્રોકોલીનો સમાવેશ કરવો જોઇએ. બ્રોકોલીનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ વધતું નથી. બ્રોકોલી પોષક તત્ત્વોથી ભરપુર છે અને તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
ટામેટાં:
ટામેટાંનું સેવન કરવાથી ડાયાબિટીઝના દર્દીઓમાં કોઈ નુકસાન થતું નથી. તમે ટામેટાં કાચા અને રાંધેલા, કોઈપણ રીતે ખાઈ શકો છો. ટામેટાં ખાવાથી બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રહે છે. ટામેટા હૃદય માટે પણ ફાયદાકારક છે.
બીટ:
ડાયાબિટીઝના દર્દીઓએ બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવા માટે બીટનું સેવન કરવું જોઈએ. બીટ આરોગ્ય માટે ફાયદાકારક છે. બીટમાં વિટામિન, વનસ્પતિ સંયોજનો અને ખનિજો પુષ્કળ હોય છે જે શરીરને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.
પાલખ:
બ્લડ શુગર લેવલના નિયંત્રણમાં રાખવા માટે પાલખને ડાયટમાં સમાવેશ કરવો જોઇએ. પાલખનું સેવન કરવાને કારણે વજનને નિયંત્રણમાં રાખી શકાય છે.