પાટણ-
સિદ્ધપુર તાલુકાના ત્રણ ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગામમા પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોવાથી લોકોમાં રોષની લાગણી છે. લોકોની ફરિયાદ છે કે એકવાર ચૂંટણી યોજાઈ ગયા બાદ નેતાઓ લોકોની વાત સાંભળતા પણ નથી.ગામોમાં હજુ પણ મૂળભૂત સુવિધાઓ ન હોવાથી લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. સાથે જ ગામમાં નેતાઓના પ્રચાર ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો છે.