પાટણ: મહાત્મા ગાંધીજીના નિર્વાણદિને વિવિધ રાજકીય પક્ષના આગેવાનો અને સંસ્થાઓએ બાપુને આપી શ્રદ્ધાંજલિ

પાટણ-

પાટણ શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી ગાંધી બાપુ અમર રહોના નારા લગાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું. તો ગાંધી યુથ ફાઉન્ડેશનના આગેવાનો કાર્યકરોએ પણ બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ગાંધી બાપુ અમર રહોના નારા લગાવ્યા હતા.

ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આઝાદીનો નારો સમગ્ર દેશમાં ગુંજતો કર્યો હતો અને અહિંસાનો માર્ગ દેશને આઝાદી અપાવી હતી. ગાંધીજીએ અહિંસાના વિચારો સમગ્ર વિશ્વમાં પહોંચાડ્યા છે. ત્યારે આજે તેમના નિર્વાણ દિન નિમિત્તે સમગ્ર દેશમાં અલગ અલગ કાર્યક્રમો દ્વારા ગાંધીજીને શ્રદ્ધાસુમન આપવામાં આવી રહ્યું છે. પાટણ શહેરના રેલવે પ્રથમ ગરનાળા પાસે સ્થાપિત કરાયેલી મહાત્મા ગાંધીની પ્રતિમા પર શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરોએ ગાંધીજીની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી પટેલે જણાવ્યું હતું કે, જે રીતે આઝાદીના આંદોલનમાં ગાંધીજી અને સરદાર પટેલે આલેખ જગાડ્યો હતો તેવી જ રીતે વર્ષો પછી ગુજરાતના બે સપૂતો નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે પ્રકારે સમગ્ર દેશમાં આધ્યાત્મિકતાને જગાડી દેશને વિશ્વ ગુરુ બનાવવા માટે કામ કરી રહ્યા છે. ત્યારે ગાંધીજીના વિચારોને જીવનમાં ઉતારવા જિલ્લાવાસીઓએ અનુરોધ કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution