અમદાવાદ ના હિટ એન્ડ રન પ્રકરણમાં ફરાર થયેલો પર્વ શાહ પોલીસ સમક્ષ હાજર થયો

અમદાવાદ-

અમદાવાદના શિવરંજનીના બીમાનગર પાસે મોડી રાતે આઈ 20 કારે પુરપાટ ઝડપે આવી ફૂટપાથ પર સુઈ રહેલા બે પરિવાર પર કાર ફરિવળી હતી. જો કે આ ગંભીર અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા હતા. જેમાં એક મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથધરી છે. જો કે આરોપીઓ દારૂ પીને કાર ચલાવતા અને બીજી એક કાર સાથે રેસ લગાવી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છું.

અકસ્માત બાદ કારચાલક સહિત અન્ય 4 લોકો પણ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા જે ઘટના માં કાર ચાલક એવો 21 વર્ષીય પર્વ શાહ સામેથી પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. અકસ્માત બાદ થયેલી તપાસ માં અકસ્માત સર્જનાર i20 કાર મીઠાખળીના શૈલેશ શાહ નામની વ્યક્તિની હોવાનું બહાર આવ્યું હતું અને તપાસ માં આ કાર શૈલેષ શાહનો પુત્ર પર્વ શાહ ચલાવતો હોવાનો ખુલાસો થયો હતો. ત્યાર બાદ પર્વ શાહ સેટેલાઈટના N ડિવિઝિન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. 21 વર્ષીય પર્વ શાહે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. તેના પિતા શૈલેષ શાહને કુર્તી ના વેપારી છે. તેઓ કાંકરિયા પાસેના સુમૈલ કોમ્પ્લેક્સમાં કુર્તીનો બિઝનેસ છે. પર્વ તેના પિતા સાથેના ધંધા માં મદદ કરે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution