નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકન પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને આડે વધુ સમય બાકી નથી અને ત્યાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં ત્રણ દિવસ માટે અમેરિકાના પ્રવાસે જવાના છે. ઁસ્ મોદી ૨૧ થી ૨૩ સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ક્વોડ લીડર્સ સમિટ સિવાય ઘણી મોટી ઈવેન્ટ્સમાં ભાગ લેશે. પીએમ મોદીનો યુએસ પ્રવાસ ૨૧ સપ્ટેમ્બરથી શરૂ થશે. તેઓ ૨૧ સપ્ટેમ્બરે વિલ્મિંગ્ટન, ડેલવેરમાં ચોથા ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લેશે. આ પછી, ૨૨ સપ્ટેમ્બરે, તેઓ ન્યુ જર્સીમાં ભારતીય સમુદાય સાથે સંબંધિત એક કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદી તેમના પ્રવાસના અંતિમ દિવસે ૨૩ સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રની ‘સમિટ ઓફ ધ ફ્યુચર’માં પણ ભાગ લેશે.ક્વાડ સંસ્થાની બેઠક ૨૧ સપ્ટેમ્બરે અમેરિકી રાષ્ટ્રપતિ બિડેનના હોમટાઉન ડેલાવેરમાં યોજાશે. જાન્યુઆરી ૨૦૨૪માં ભારતમાં પ્રથમ ક્વાડ મીટિંગ યોજાવાની હતી. પરંતુ કેટલાક કારણોસર આ સમિટ સપ્ટેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી હતી. ભારત ૨૦૨૫માં ક્વાડ સંસ્થાની યજમાની કરશે.ક્વાડ સમિટ એ ચાર દેશોનું સંગઠન છે, જેમાં ભારત સિવાય અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનો સમાવેશ થાય છે. તેની રચના ૨૦૦૭માં થઈ હતી. પરંતુ તે ૨૦૧૭ માં ફરીથી સક્રિય કરવામાં આવ્યું હતું. આ સંગઠનનો ઉદ્દેશ્ય ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા વર્ચસ્વને રોકવાનો છે