સસંદ ચોમાસું સત્ર: આજની કાર્યવાહી દરમ્યાન 7 બિલ સંસદમા લાવવામાં આવશે

દિલ્હી-

રાજ્યસભાની આજની કાર્યવાહીમાં સાત બીલ લેવામાં આવશે. 3 મજૂર કોડ બિલ ઉપરાંત, વિદેશી ફાળો (નિયમન) સુધારણા બિલ 2020, યોગ્ય નાણાકીય કરારો બિલ 2020 અને જમ્મુ કાશ્મીરની સત્તાવાર ભાષા બિલ પર વાત કરવામાં આવશે.બીજી તરફ, વિપક્ષે ગૃહનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. વિપક્ષે તેની ત્રણ માંગણીઓ સાથે જાહેરાત કરી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લેશે નહીં. 

આ ઉપરાંત સંસદના ચોમાસું સત્રમાં લોકસભાની કાર્યવાહી કોરોના વાયરસ અંગેની ચિંતાને કારણે, સમય કરતા આઠ દિવસ આગળ, અચોક્કસ મુદત માટે આજે મુલતવી રાખી શકાય છે. સુત્રોએ મંગળવારે આવી માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે નીચલા ગૃહની બેઠક બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે અને શૂન્યકાલ સંચાલિત કર્યા  બાદ સાંજના પાંચ વાગ્યે તેને અનિશ્ચિત મુલતવી રાખી શકાય છે.




© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution