વડોદરા
લોકસભાની ચૂંટણીને આડે ચાર દિવસ રહ્યા છે ત્યારે શહેર પોલીસ દ્વારા ચૂંટણીને અનુલક્ષીને પુરતો બંદોબસ્ત ગોઠવવા તૈયાર કરી લેવામાં આવી છે. આ માટે શહેરમાં અર્ધ લશ્કરી દળોનું વડોદરામાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
આગામી ૭મીએ યોજાનારી લોકસભાની ચૂંટણી તેમજ ત્યારબાદ મતગણતરી દરમિયાન કોઇ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચઅધિકારી દ્વારા પોલીસ બંદોબસ્તને આખરી ઓપ આપવામાં આવ્યો છે. બંદોબસ્ત માટે ઇન્ડિયન તિબેટ બોર્ડર પોલીસની એક કંપની, તામિલનાુડ સ્ટેટ આર્મ્સ ફોર્સની એક કંપની, ચંદીગઢ સ્ટેટ રીઝર્વ પોલીસની એક કંપની તેમજ બોર્ડર સિક્યુરિટી ફોર્સની એક એક કંપનીનું આગમની થયુ છે. આ ઉપરાંત વડોદરામાં અગાઉથી હાજર એસઆરપીની ત્રણ કંપનીઓની સાથે વધુ બે કંપની મંાગવામાં આવી છે. બહારની પોલીસને ભૌગોલિક સ્થિતિનો ખ્યાલ આવે તે હેતુથી સ્થાનિક પોલીસ દ્વારા અર્ધલશ્કરી દળો સાથે સંવેદનશિલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં ચૂટણીને કરાણે બહારની પોલીસ દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવનાર છે ત્યારે બીજીતરફ વડોદરા શહેરના ૧૪૦૦ જેટલા પોલીસ જવાનો ચૂંટણી દરમિયાન ફરજ બજાવવા માટે વડોદરા જીલ્લો, છોટાઉદેપુર જીલ્લો અને દાહોદ જીલ્લામાં મોકલવામાં આવનાર છે. શહેરમા મતદાન થયા બાદ પોલીટેકનિક કોલેજ ખાતે સ્ટ્રોગરૂમમા મતપેટીઓ રાખવામાં આવતી હોય છે.
આ જ સ્થળે મતગણતરી પણ કરવામાં આવનાર છે. જેથી પોલીટેકનિક કોલેકજ ખાતે થ્રી લેયરનો બંદોબસ્ત રાખવામાં આવશે. જેમા સ્ટ્રોગરૂમમા પાસે બીએસએફ, ત્યારબાદ એસઆરપી અને છેલ્લે બહારની બાજુએ સ્થાનિક પોલીસ તૈનાત રહેશે.