મુંબઇ
સીરિયલ 'ઈશ્કબાઝ' ફેમ એક્ટર નકુલ મહેતાની પત્ની જાનકી હાલ પ્રેગ્નેન્ટ છે. આ જાનકી પારેખ અને નકુલ મહેતાનું પહેલું સંતાન છે. હાલમાં જ જાનકી પારેખનું સીમંત યોજાયું હતું. આઈસ બ્લૂ રંગના ડ્રેસમાં પ્રેગ્નેન્ટ જાનકી ખૂબ સુંદર લાગતી હતી. જાનકી અને નકુલના જીવનમાં એક નવો તબક્કો શરૂ થવાનો છે ત્યારે તેમનો ઉત્સાહ ચરમ પર છે.
હાલમાં જ જાનકીનું સીમંત યોજાયું હતું જેની ઝલક જલદી જ પેરેન્ટ્સ બનનારા કપલ તેમજ તેમના ફ્રેન્ડ્સે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. સિંગર જાનકી પારેખ પ્રેગ્નેન્સીના ત્રીજા ટ્રાયમેસ્ટરમાં છે. જાનકી અને નકુલ પોતાના પહેલા બાળકને આવકારવા માટે ખૂબ જ ઉત્સુક છે. જાનકીનું સીમંત તેના ઘરે જ યોજાયું હતું. સીમંત માટે ઘરને ફૂલોથી સજાવાયું હતું.
જાનકીએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. જેમાં તે સીમંત માટે તૈયાર થતી જોવા મળી રહી છે. જાનકીએ તસવીરો શેર કરતાં લખ્યું, "વાળ થઈ ગયા, મેકઅપ થઈ ગયો, મહેંદી મૂકાઈ ગઈ, બાળક રસ્તામાં છે. ઉત્સવને શરૂ થવા દો. #godhbharai #babyonboard."
પપ્પા બનવા જઈ રહેલા નકુલ મહેતાએ પણ કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે પોતાના વાળ સરખા કરતો જોવા મળી રહ્યો છે. પિંક રંગના કૂર્તામાં નકુલ હેન્ડસમ લાગતો હતો. તસવીરો શેર કરતાં નકુલે લખ્યું, "ગલગોટાનું ફૂલ અને મારી એકલતા અવારનવાર મને કહે છે, તારી લટો સરખી કરી લે યાર."