કાબુલ-
કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલા અંગે શોક વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે આ દુઃખની ઘડીમાં બ્રિટન તેના ગઠબંધન ભાગીદારો સાથે છે. અમે આ આતંકવાદી સંગઠનને સમાપ્ત કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરીશું. સરકારના અધિકારીઓએ એરસ્ટ્રાઈક માટે લોજિસ્ટિક્સની તપાસ કરી છે. તેમણે રોયલ એરફોર્સ ફાઇટર એરક્રાફ્ટનાં લક્ષ્યો, રિફ્યુલિંગ અને બેઝ શરતોનું નિરીક્ષણ કર્યું છે. વિગ્સ્ટને કહ્યું હતું કે અમે સેના મોકલીને અથવા કોઈપણ દેશનાં સાધનોનો ઉપયોગ કરીને આતંકવાદી સંગઠન પર હુમલો કરી શકીએ છીએ. અમેરિકી સેનાએ કાબુલ એરપોર્ટ પર રાખવામાં આવેલાં ૭૩ એરક્રાફ્ટ્સનો નાશ કર્યો અમેરિકી સેનાએ સોમવારે રાત્રે અફઘાનિસ્તાન છોડી દીધું હતું. તેમના અમેરિકા પરત ફર્યા પછી જ તાલિબાને કાબુલ એરપોર્ટ પર કબજાે કરી લીધો છે, પરંતુ અહીં જેટલાં પણ વિમાનો રહેલાં છે એનો ઉપયોગ તાલિબાન ક્યારેય પણ કરી શકશે નહીં, કારણ કે અમેરિકી સેના આને ડિસલોકેટ કરીને જતી રહી છે.
પંજશીરમાં તાલિબાન અને નોર્ધર્ન અલાયન્સ વચ્ચે મંગળવારે રાત્રે ફરીથી જંગ શરૂ થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તાલિબાને ગોલબહારથી પંજશીરને જાેડતા પુલને ઉડાવી દીધો છે. આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થતાં પંજશીરને પરવાન પ્રાંતથી જાેડતા માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે. તાલિબાને જાહેર માર્ગોને કન્ટેનરોથી બંધ કરી દીધા છે અને શુતૂલ પર કબજાે કરી લીધો છે. નોર્ધન અલાયન્સે દાવો કર્યો છે કે આ લડાઈમાં અત્યારસુધી ૩૫૦ તાલિબાનીઓ માર્યા ગયા છે અને મોટા પ્રમાણમાં હથિયારો અને અમેરિકી ગાડીઓ પર કબજાે કરી લીધો છે. જાેકે હજુ સુધી નોર્ધન અલાયન્સના દાવાની પુષ્ટી થઈ શકી નથી. પરંતુ તાલિબાન સાથે જાેડાયેલા સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા પંજશીરમાં લડત આપી રહેલા મુઝાહિદ્દીન માટે પ્રાર્થના કરવાના સંદેશાઓ વાઇરલ થઈ રહ્યા છે. આવી પોસ્ટના કારણે તાલિબાનની સ્થિતિ નબળી પડી હોવાના સંકેતો મળી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડને અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાને પરત બોલાવ્યા બાદ વ્હાઈટ હાઉસમાં પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. બાઈડને અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરિકનોને પાછા લાવવાનો દાવો કર્યો અને કહ્યું હતું કે હાલમાં ત્યાં લગભગ ૧૦૦-૨૦૦ અમેરિકી નાગરિકો ફસાયેલા છે. સૈન્ય પરત બોલાવ્યા બાદ ત્યાં ફસાયેલા અમેરિકી લોકો મુદ્દે જાે બાઇડનની ટીકા થઈ રહી હતી.
બાઈડનને જ્યારે આ મુદ્દે સવાલ કરાયો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે ત્યાં જેટલા પણ અમેરિકી નાગરિકો ફસાયા છે તેમની પાસે અફઘાનિસ્તાનની નાગરિકતા પણ છે. પહેલાં તેમણે અફઘાનિસ્તાની હોવાની વાતને ટાંકીને ત્યાં જ રહેવાનો ર્નિણય કર્યો હતો, પરંતુ હવે તેઓ અહીં પરત આવવા માગે છે. અફઘાનિસ્તાનમાં જેટલા પણ અમેરિતી હતા તેના ૯૦ ટકા લોકો પરત ફરી ચૂક્યા છે. હવે જે ત્યાં ફસાયેલા છે તેમના માટે કોઇપણ પ્રકારની ડેડલાઈન જેવું નથી, અમે તેમને પરત લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. ભારત અને તાલિબાન વચ્ચે મંગળવારે પહેલીવાર ઔપચારિક વાતચીત થઈ હતી. કતારમાં ભારતના રાજદૂત દીપક મિત્તલે તાલિબાનના લીડર શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનિકઝઈ સાથે વાતચીત કરી હતી. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, મિત્તલ અને શેર મોહમ્મદ વચ્ચે આ મુલાકાત તાલિબાનની પહેલ મુદ્દે થઈ છે. અબ્બાસ તાલિબાનના પોલિટિકલ વિંગનો હેડ છે અને ભારત સાથે તેના સંબંધો પણ વર્ષો જૂના છે. એક નિવેદન દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે તેમના વચ્ચે આ મુલાકાત દોહાસ્થિત ઈન્ડિયન એમ્બેસીમાં થઈ હતી. શેર મોહમ્મદ ૧૯૮૦ના દશકામાં ભારત દેશમાં રહી ચૂક્યો હતો. તેણે દેહરાદૂન સ્થિત મિલિટરી એકેડમીમાં તાલીમ પણ લીધી હતી. ત્યાર પછી શેર મોહમ્મદ અફઘાન મિલિટરીમાં રહ્યા, પરંતુ ત્યાર પછી તે તાલિબાન સાથે જાેડાઈ ગયો હતો. બ્રિટને કહ્યું છે કે તે કોઈપણ સમયે ૈંજીૈંજી-દ્ભના અડ્ડાઓ પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. તાજેતરમાં પેન્ટાગને ખુલાસો કર્યો છે કે અફઘાનિસ્તાનમાં અત્યારે લગભગ ૨ હજાર ૈંજીૈંજી ખોરાસનના આતંકીઓ હાજર છે. બ્રિટનના એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ સર માઇક વિગ્સ્ટને સોમવારે જણાવ્યું હતું કે બ્રિટન ૈંજીૈંજી-દ્ભ વિરુદ્ધ કાર્યવાહીમાં જાેડાઇ શકે છે. પરવાન પ્રાંતના જબાલ સરાજ જિલ્લા, બગલાન પ્રાંતના અંદરાબ જિલ્લા અને ખવાક પંજશીરમાં પણ યુદ્ધ થયું છે. તાલિબાની પંજશીર ઘાટીમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વિદ્રોહી લડાકુઓ તેમને રોકવામાં સફળ રહ્યા છે. પંજશીરના ગોલબહાર વિસ્તારમાં ઘર્ષણ થયું હતું. તેવામાં અત્યારે નોર્ધન અલાયન્સને અહમદ મસૂદ લીડ કરી રહ્યા છે.