વિધ્નહર્તા ભગવાન ગણેશજી ભક્તોનું આતિથ્ય માણવા પધાર્યા છે ત્યારે સહુ કોઈ ભગવાનને રીઝવવા પોતપોતાની રીતે ભક્તિ કરતા હોય છે. આમાંથી બોલીવુડના કલાકારો અને ફિલ્મો પણ અળગા નથી રહી શકતા. ઘણી ફિલ્મોમાં ગણેશ ચતુર્થીના તહેવારને ધામધૂમથી ઉજવાતો બતાવવામાં આવે છે અને એના માટે કણર્પ્રિય ગીતોની રચના પણ થાય છે. ઘણીવાર ફિલ્મને હિટ બનાવવા માટે પણ ખાસ ગણેશ મહોત્સવના ગીતને ઉમેરવામાં આવતું હોય છે. શ્રી ગણેશ મહોત્સવના શુભ પ્રસંગે કેટલાક બોલિવૂડ ગીતો આગમન અને વિસર્જન યાત્રામાં ધૂમ મચાવે છે. લોકો તેની ધૂન પર નૃત્ય કરવાનું પસંદ કરે છે. બોલીવુડે દાયકાઓથી તેના પ્રેક્ષકોને ઘણા ગીતો આપ્યા છે. હિન્દી સિનેમાના સૌથી લોકપ્રિય ગીતોમાં ભગવાન ગણેશ પર લખાયેલા ગીતો મોખરે છે. આજે આવા જ કેટલાક લોકપ્રિય ગીતો વિશે વાત કરીએ..
--દેવા હો દેવા ગણપતિ દેવા ઃ-
' દેવા હો દેવા ગણપતિ દેવા તુમસે બઢકર કૌન’ એ ૧૯૮૦ ના દાયકામાં ગણપતિની વિસર્જન યાત્રામાં સૌથી વધુ વાગતું ગીત હતું. ફિલ્મ ‘હમ સે બઢકર કૌન’નું આ ગીત આશા ભોસલે, શૈલેન્દ્ર સિંહ, ભૂપિન્દર, સપન ચક્રવર્તી, રામલક્ષ્મણ અને મોહમ્મદ રફીએ ગાયું હતું. મિથુન ચક્રવર્તી , રંજીતા,અમજદ ખાન અને ડેની ડેન્જાેંગપા તેમાં જાેવા મળે છે.
----મૂર્તિ ગણેશ કી ઃ
૧૯૮૦ ની ‘ટક્કર’ ફિલ્મનું ગીત 'મૂર્તિ ગણેશ કી’ પણ ખૂબ લોકપ્રિય રહ્યું હતું. કિશોર કુમાર અને મહેન્દ્ર કપૂરના સ્વરમાં આ ગીત છે. ગીતકાર આનંદ બક્ષી હતા.જ્યારે સંગીત નિર્દેશક આર ડી બર્મન હતા. સંજીવ કુમાર, જીતેન્દ્ર, ઝીનત અમાન, જયા પ્રદા, વિનોદ મહેરા, બિંદિયા ગોસ્વામી, અશોક કુમાર, અસરાની જેવા કલાકારો એમાં જાેવા મળે છે.
--ગણપતિ બાપ્પા મોરિયા ઃ
૧૯૮૭ ની ફિલ્મ ‘મરતે દમ તક’નું લોકપ્રિય ગીત 'ગણપતિ બાપ્પા મોર્યા’માં ગોવિંદા અને રાજકુમાર અભિનય કરે છે.સુરેશ વાડકર, મહેન્દ્ર કપૂર, શબ્બીર કુમાર, અને હેમલતા દ્વારા ગવાયેલ આ ગીત તે સમયે હિટ સાબિત થયું હતું.સંગીત રવિન્દ્ર જૈને આપ્યું હતું.
--ગણપતિ આપને ગાંવ ચલે ઃ
'ગણપતિ અપને ગાંવ ચલેટ- આ ગીત જૂની ‘અગ્નિપથ’ ફિલ્મનું છે, જેને સુદેશ ભોંસલે, કવિતા કૃષ્ણમૂર્તિ અને અનુપમા દેશપાંડેએ ગાયું છે.આ ગીતમાં અમિતાભ બચ્ચન, મિથુન ચક્રવર્તી અને નીલમનો અભિનય છે. સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલે તૈયાર કર્યું છે.ગીતકાર આનંદ બક્ષી છે. નિર્માતા યશ જાેહરની આ ફિલ્મના દિગ્દર્શક મુકુલ એસ. આનંદ હતા.
--મોરિયા ..મોરિયા...ઃ-
‘ડોનઃ ધ ચેઝ બિગિન્સ ‘ફિલ્મનું મોરિયા રે ભગવાન ગણેશ માટે બોલિવૂડના સૌથી સુંદર ગીતોમાંનું એક છે.જેમાં શાહરૂખ ખાન જાેવા મળે છે.ગાયક શંકર મહાદેવન,જાવેદ અખ્તરના ગીતો અને સંગીત એહસાન નૂરાની, લોય મેન્ડોન્કા અને શંકર મહાદેવન દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યું છે.
==ગણપતિ આરતી ઃ-
‘સરકાર’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન દ્વારા ગવાયેલી ગણેશ આરતી ભગવાન ગણેશ માટે સૌથી પ્રતિષ્ઠિત ગીતોમાંનું એક છે. જે આજે પણ દરેકને ગમે છે.આ ગીતનું નિર્દેશન રોહન વિનાયક દ્વારા કરવામાં આવ્યું હતું.
--તેરા હી જલવાઃ-
‘તેરા હી જલવા’ આ તે ગીતોમાંનું એક છે જેના પર આજે પણ તમે તમારા પગને થિરકતા રોકી શકતા નથી.આ ફિલ્મમાં સલમાનખાન,અનિલ કપૂર, ગોવિંદા ,પ્રભુદેવા,અને આયેશા ટાકિયા છે. ફિલ્મ ‘વોન્ટેડ’ના આ ગીતના નિર્દેશક સાજિદ વાજિદ છે, આ ગીત વાજિદ અને અર્લે ગાયું છે અને તેને જલીસ શેરવાનીએ લખ્યું છે.
--ગણદેવા ઃ-
'ગણ દેવા’ એ એબીસીડી સિરીઝની બીજી ફિલ્મનું ગીત છે, જેનું નામ સ્ટ્રીટ ડાન્સર ૩ છે.ગીતના ગીતકાર ભાર્ગવ પુરોહિત છે. જેમાં વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરે અભિનય કર્યો છે. આ ગીતને સચિન-જીગરે કમ્પોઝ કર્યું છે અને દિવ્યા કુમાર અને સચિન જીગરે ગાયું છે.
--દેવા શ્રી ગણેશાઃ
'દેવા શ્રી ગણેશા’ આ ભક્તિ ગીત અજય ગોગાવલેએ ગાયું હતું, સંગીત અજય અને અતુલનું હતું અને ગીતો અમિતાભ ભટ્ટાચાર્યના હતા. દેવા શ્રી ગણેશા કરણ જાેહરની ફિલ્મ ‘અગ્નિપથ’નું છે,જેમાં હૃતિક રોશન ભગવાન ગણેશજીની ભક્તિ કરતા જાેવા મળે છે. દેવા શ્રી ગણેશા એક ઉર્જાસભર ભક્તિ ગીત છે.
--ગજાનના ઃ
' ગજાનના’ ગીત સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'બાજીરાવ મસ્તાની’નું છે.જે રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપ્રા પર ફિલ્માવવામાં આવ્યું છે.જે ભગવાન ગણેશ પર એક સુપરહિટ ગીત છે જેને લોકો સાંભળવાનું પસંદ કરે છે. 'ગજાનના’નું નિર્દેશન શ્રેયસ પુરાણિક દ્વારા કરવામાં આવ્યું હતું.ગીતો પ્રશાંત ઇંગોલે દ્વારા લખવામાં આવ્યા હતા અને સુખવિંદર સિંહે તેને ગાયું હતું.
--ગણરાયા ઃ
ગણરાયા આ રેમો ડિસોઝા દ્વારા નિર્દેશિત ફિલ્મ એબીસીડી -૨ નું નૃત્ય ગીત છે.જેમાં વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર છે.ગણરાયાનું સંગીત સચિન અને જીગર દ્વારા આપવામાં આવ્યું હતું,ગીતો મયુર પુરી લખવામાં આવ્યા હતા.અને ગાયક દિવ્યા કુમાર દ્વારા ગાવામાં આવ્યું હતું.
--સુનો ગણપતિ બાપ્પા મોરિયાઃ
' સુનો ગણપતિ બાપ્પા મૌર્યા’ એ ‘જુડવા- ૨’ ફિલ્મનું છે.જે ૧૯૯૦ની ફિલ્મ જુડવાની સિક્વલ છે,આ ગીતના ગાયક અમિત મિશ્રા છે, સંગીત સાજિદ વાજિદે આપ્યું હતું અને ગીતો દાનિશ સાબરીએ લખ્યા હતા. વરુણ ધવન, જેક્વેલિન ફનાર્ન્ડિઝ અને તાપસી પન્નુ આ ફિલ્મમાં જાેવા મળે છે.આ ફિલ્મનું નિર્દેશન ડેવિડ ધવને કર્યું હતું.
--સિંદુર લાલ ચઢાયો ઃ
ગણપતિ આરતી ' સિંદૂર લાલ ચઢાયો’ ફિલ્મ ‘વાસ્તવ -ધ રિયાલિટી’ નું ખૂબ પ્રચલિત ગીત છે.ગાયક રવિન્દ્ર સાઠે અને સંગીત નિર્દેશક જતિન-લલિત હતા.ગીત સમીરે લખ્યું હતું. અને સંજય દત્ત, દિપક તિજાેરી, નમ્રતા શિરોડકર પર આ ગીત ફિલ્માવવામાં આવ્યું હતું. જેને આજે પણ લોકો યાદ કરે છે.
--બાપ્પા ઃ
ફિલ્મ ‘બેન્જાે’ નું ગીત 'બાપ્પા’ ગાયક વિશાલ દદલાનીએ ગાયું છે. સંગીત વિશાલ અને શેખરે તૈયાર કર્યું છે.ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય એ લખેલ આ ગીતમાં રિતેશ દેશમુખ જાેવા મળે છે.
--શંભુ સુતયા ઃ
ગીત ' શંભુ સુતયા’ ગાયકો શંકર મહાદેવન, વિશાલ દદલાની દ્વારા ગવાયેલ ખૂબ વખણાયેલ ગીત છે. એના સંગીતકાર સચિન જીગર છે. ગીતકાર મયુર પુરીનું સુંદર ગીત છે એબીસીડી ફિલ્મના દિગ્દર્શક રેમો ડિસોઝા હતા. જેમાં ઘણા બધા ડાન્સરોએ એક સાથે કામ કર્યું હતું.
--ગણપતિ બાપા અગલે બરસ તુમ જલ્દી આના ઃ
ગીત 'ગણપતિ બાપ્પા અગલે બરસ તુમ જલદી આના’ ૧૯૯૩ ની ફિલ્મ ‘આંસુ બને અંગારે’નું છે.ગાયિકા લતા મંગેશકર અને સંગીત નિર્દેશક રાજેશ રોશન હતા.આ ગીતમાં માધુરી દીક્ષિત જાેવા મળે છે.
--આલા રે આલા ગણેશ આલા ઃ
ફિલ્મ ‘ડેડી’નું ગીત 'આલા રે આલા ગણેશ’ ના ગાયકો વાજિદ અને ડૉ. ગણેશ ચંદનશિવ હતા. સુમધુર સંગીત સાજિદ-વાજિદનું હતું. ગીત પ્રશાંત ઇંગોલે દ્વારા લખવામાં આવ્યું હતું.
---દેવા હો દેવા ઃ
ફિલ્મ ‘ઇલાકા’નું ગીત દેવા હો દેવામાં મિથુન ચક્રવર્તી, માધુરી દીક્ષિત અને સંજય દત્ત નજરે પડે છે. ગાયકો કિશોર કુમાર અને આશા ભોંસલે દ્વારા ગવાયેલા આ ગીત લોકોમાં ખાસ્સું પ્રિય હતું.સંગીત નદીમ શ્રવણ નું હતું.આ ગીતના ગીતકાર અંજાન હતા.
==શ્રી ગણેશાય ધીમહી ઃ
શ્રી ગણેશાય ધીમહી આ ગીત શંકર મહાદેવન દ્વારા ગાવામાં આવ્યું છે. અને તેના સંગીત નિર્દેશક અજય અતુલ છે, આ ગીત ૨૦૦૫ ની ફિલ્મ 'વિરુદ્ધ’નું છે જેમાં અમિતાભ બચ્ચન, જ્હોન અબ્રાહમ અને શર્મિલા ટાગોરે અભિનય કર્યો છે.
આ ઉપરાંત ઘણી બધી ફિલ્મોમાં ભગવાન ગણેશજીની વિસર્જન યાત્રા સંબંધિત સુંદર ગીતોનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે.જે ફિલ્મમાં ગણેશજીનું ગીત હોય એ ફિલ્મની સુપરહિટ થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. આમ ભગવાન વિઘ્નહર્તા ગણેશજી માટે બોલીવુડમાં તમામ કલાકાર,કસબીઓમાં અનેરો પ્રેમ જાેવા મળતો આવ્યો છે.
Loading ...