ઇસ્લામાબાદ
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન કોરોના પોઝિટીવ આવ્યા છે. હાલ તેઓ આઈસોલેશનમાં છે. પરંતુ કોરોનાની ગાઈડલાઈન્સ અને નિયમોના ધજાગરા ઉડાડતા ઈમરાન ખાને અધિકારીઓ સાથે એક બેઠક લઈ અનેક લોકોના જીવ જોખમમાં મુક્યા હતાં. ઈમરાન ખાનની આ હરકતની દુનિયા આખીમાં થૂ થૂ થઈ રહી છે.
પાકિસ્તાનના સૂચના પ્રસારણ મંત્રી શિબ્લી ફરાજએ પોતાના ટિ્વટર એકાઉન્ટ પર બે તસવીરો શેર કરી હતી. જેમાં પાક પીએમ ઇમરાન ખાન તેની મીડિયા ટીમની સાથે બેઠક કરી રહેલા દેખાઈ રહયા છે. આ તસ્વીર શેર થતા જ સોશિયલ મીડિયામાં ઇમરાન ખાનની ભારે ઠેકડી ઉડાવવામાં આવી રહી છે તો કેટલાક લોકો ઈમરાન ખાનનો બરાબરનો ઉધડો પણ લઈ રહ્યાં છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન હાલમાં કોરોના પોઝિટિવ આવ્યા છે. નિયમોનું પાલન કરવાના બદલે તેઓ આ સમયે પણ તેમની મીડિયા સલાહકાર ટીમની સાથે બેઠક યોજી રહયા છે. પાકિસ્તાનના સૂચના પ્રસારણ મંત્રીના એકાઉન્ટ પરથી બે તસવીરો શેર થયા બાદ આ મામલો ચગ્યો છે. સોશિયલ મીડિયા પરની આ તસવીરોએ દુનિયાભરમાં ઇમરાન ખાનની થૂ થૂ કરાવી દીધી છે.
આ મિટિંગની પહેલા જ ૨૦ માર્ચે ઇમરાન ખાન અને તેની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ હોમ આઇસોલેશનમાં રહેવાની જગ્યાએ આવી રીતે મિટિંગ કરી રહેલા દેખાય છે જેને લઈને સોશિયલ મીડિયા પર તેમની ભારે ફજેતી થઇ છે. જો કે આ મિટિંગમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઇ રહેલું દેખાઈ રહ્યું છે. ઇમરાન ખાન પોતે માસ્ક લગાડીને બેઠા છે. તો પણ યુઝર્સે તેમને નિશાના પર લીધા હતા.