ઇસ્લામાબાદ,તા.૧૯
પાકિસ્તાને ૭ વર્ષ પહેલા ચીનની સાથે થયેલી ગ્વાદર પોર્ટ ડીલની માહિતી સાર્વજનિક કરવાથી ઈન્કાર કર્યો છે. એક સંસદીય સમિતિએ સરકાર પાસે ગ્વાદર પોર્ટના દસ્તાવેજા માંગ્યા હતા. જાકે ઈમરાન ખાન સરકારે તે ડીલની કોપી ઉપલબ્ધ કરાવવાથી ઈન્કાર કર્યો છે. પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટ ડીલનો મુદ્દો ફરીથી ઉઠવા લાગ્યો છે. ત્રણ દિવસથી એક સીનેટ પેનલ ટેક્સ સંબંધી મામલાઓની તપાસ કરી રહી હતી. તેમાં બહાર આવ્યું છે કે ગ્વાદર પોર્ટમાં ચીનની કંપનીઓએ ૪૦ વર્ષ સુધી કોઈ ટેક્સ આપવાનો નથી. આ અંગે તેણે સરકાર પાસે જવાબ માંગ્યો. જાકે સરકારે આ અંગે કઈ પણ કહેવાથી ઈન્કાર કર્યો છે. સીનેટર ફારુખ હામિદની અધ્યક્ષતાવાળી સંસદીય સમિતિ નાણાંકીય મામલાઓને જાવે છે. તેણે સરકાર પાસે ટેક્સ કલેક્શનનો રિપોર્ટ માંગ્યો. આ દરમિયાન ગ્વાદર પોર્ટ ડીલનો મામલો પ્રકાશમાં આવ્યો છે. એમ કહેવામાં આવ્યું છે કે ચીનની કંપનીઓએ ૪૦ વર્ષ સુધી કોઈ ટેક્સ આપવો પડશે નહિ. એટલું જ નહિ ચીનની મોટી કંપનીઓ જે નાની કંપનીઓને કોન્ટ્રાકટ આપશે, તેમને પણ ટેક્સમાં છુટ મળશે. પછીથી સમિતિએ સરકાર પાસે ડીલની કોપી માંગી. સિનિયર સેક્રેટરી રિઝવાન અહમદ સમિતિ સમક્ષ હાજર રહ્યાં. તેમણે કમિટીને કÌšં કે ગ્વાદર પોર્ટ ડીલની કોપી, તેની સાથે જાડાયેલા કોઈ પણ દસ્તાવેજ કે માહિતી આપી શકાશે નહિ.