ઇસ્લામાબાદ-
પાકિસ્તાનના ગૃહ પ્રધાન શેખ રશીદે, સોમવારે જાહેરાત કરી છે કે, તહરીફ-એ-લબ્બેક પાકિસ્તાન પાર્ટી દ્વારા બંધક બનાવાયેલા પોલીસને છોડી દેવામાં આવ્યા છે. વીડિયો નિવેદનો બહાર પાડતા તેમણે કહ્યું કે, ' પ્રથમ તબક્કાની વાતચીત સફળ રહી હતી. આ પછી પોલીસકર્મીઓને મુક્ત કરવામાં આવ્યા છે. ' તે જ સમયે, તેમણે આશા વ્યક્ત કરી કે, ' વાટાઘાટના આગામી તબક્કામાં, બાકીના પ્રશ્નો પણ ઉકેલાશે. સહરી પછી તેનું આયોજન કરવામાં આવશે.'
અગાઉ, પંજાબના મુખ્યમંત્રીના સહાયક ડોક્ટર ફિરદૌસ આશીક અવને કહ્યું હતું કે, ' તોફાની તત્વોએ નવલકોટ પોલીસ સ્ટેશન પર, પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યો હતો, અને 12 પોલીસને બંધક બનાવ્યા હતા.' લાહોર પોલીસે જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હુમલાખોરોએ એસિડ બોટલ, પેટ્રોલ બોમ્બનો ઉપયોગ કર્યો હતો અને પોલીસકર્મીઓ પોલીસ સ્ટેશનની અંદર ફસાઈ ગયા હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ' હુમલાખોરોએ નાયબ પોલીસ અધિક્ષક સાથે, 11 પોલીસકર્મીઓને બંદુક ની ધાર પર બંધક બનાવ્યા હતા અને તેઓને માર્કજ લઈ ગયા હતા.' જોકે પોલીસે જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ' પોલીસે બદમાશોને ભગાડ્યા હતા અને ફરી પોલીસ સ્ટેશનનો કબજો લીધો હતો.' પોલીસે કોઈ પર હુમલો કરવાની યોજના નહોતી કરી, બલ્કે આ પગલું આત્મરક્ષણ અને જાહેર સંપત્તિની સુરક્ષા માટે લેવામાં આવ્યું હતું.