પાકિસ્તાન હાઈ કમિશને રાહુલ ગાંધી સહિત ૭ વિપક્ષી સાંસદોને કેરીના કાર્ટન મોકલ્યા!

નવી દિલ્હી: એક તરફ બાંગ્લાદેશ સળગી રહ્યું છે અને બીજી તરફ પાકિસ્તાન મેંગો ડિપ્લોમસી દ્વારા ભારતના વિપક્ષી સાંસદો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભાજપે દાવો કર્યાે છે કે દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનરે વિપક્ષી નેતા રાહુલ ગાંધી સહિત ૭ ભારતીય સાંસદોને કેરીના કાર્ટન મોકલ્યા છે. મેંગો ડિપ્લોમસીનો એકબીજા પ્રત્યેના સંબંધોમાં સૌહાર્દના માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે.રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી સાંસદોને પાકિસ્તાની દૂતાવાસમાંથી કેરીઓ મળ્યા બાદ ભાજપે વિપક્ષ પર પ્રહારો કર્યા છે. બીજેપી નેતા અમિત માલવિયાએ ટિ્‌વટર પર પોસ્ટ કર્યું કે, ‘પાકિસ્તાન હાઈ કમિશન આ પસંદ કરેલા ૭ ભારતીય સાંસદોને કેરીના કાર્ટન કેમ મોકલશે? રાહુલ ગાંધી, કપિલ સિબ્બલ, શશિ થરૂર, મોહીબુલ્લા નદવી, ઝિયા ઉર રહેમાન બર્ક, અફઝલ અંસારી અને ઇકરા હસન. કેટલાક લોકોને કેરી કોણ મોકલે છે તેના પરથી પણ ઓળખી શકાય છે.એક્સ પર પોસ્ટ કરતી વખતે કેન્દ્રીય મંત્રી ગિરિરાજે લખ્યું, ‘રાહુલ ગાંધીને ઉત્તર પ્રદેશની કેરીઓ પસંદ નથી, પરંતુ જ્યારે રાહુલ અને તેની ટુકડે ટુકડે ગેંગને પાકિસ્તાનથી કેરી મળે છે, ત્યારે તેમને તેનો સ્વાદ ગમે છે.

શું મેંગો ડિપ્લોમસીમાં પાકિસ્તાન સાથે કોઈ ડીલ થઈ રહી છે? ,મીડિયા સાથે વાત કરતા ગિરિરાજ સિંહે કહ્યું, ‘રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા કહ્યું હતું કે તેમને યુપીની કેરી પસંદ નથી. પાકિસ્તાન એમ્બેસીએ તેમને કેરીઓ મોકલી છે, રાહુલ ગાંધીએ જણાવવું જાેઈએ કે તેમને પાકિસ્તાની કેરીઓ સાથે અન્ય કઈ વસ્તુઓ પસંદ છે. શું તમે મોદીને હટાવવા પાકિસ્તાન પાસે કંઈક નવું માગવા ગયા છો? પાકિસ્તાન સાથે તેમના નાપાક સંબંધો છે.તમને જણાવી દઈએ કે કેરી પરંપરાગત રીતે રાજદ્વારી હથિયાર તરીકે કામ કરે છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના સત્તા સંભાળ્યા પછી લગભગ દર વર્ષે વડા પ્રધાન મોદીને કેરીઓ મોકલતા હતા. આ પહેલા તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ કેરીઓ મોકલી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution