પાકિસ્તાન પહેલાં જ શાંતિ સંસ્કૃતિના પ્રસ્તાવનું કર્યું ઉલ્લંઘન

જેનિવા-

ભારતે સંયુકત રાષ્ટ્રમાં ફરી એકવખત પાકિસ્તાન પર નિશાન સાંધ્યું છે. ‘કલ્ચર ઓફ પીસ’ પર સંયુકત રાષ્ટ્ર મહાસભાના 75મા સત્રમાં ભારતે પોતાની વાત મૂકી છે. આ દરમ્યાન સંયુકત રાષ્ટ્રમાં સ્થાયી મિશનના પહેલાં સચિવ આશિષ શર્મા એ કહ્યું કે પાકિસ્તાન પહેલાં જ આ સભાની તરફથી ગયા વર્ષે શાંતિની સંસ્કૃતિને લઇ પ્રસ્તાવનું ઉલ્લંઘન કરી ચૂકયું છે. ભારતે કરતારપુર સાહિબ ગુરૂદ્વાર પ્રબંધનમાં પાકિસ્તાનની તરફથી કરવામાં આવેલા બદલાવને લઇ પણ પ્રશ્ન ઉઠાવ્યા.

ભારતે કહ્યું કે ગયા મહિને જ પાકિસ્તાનના શીખોના ધાર્મિક સ્થળ કરતારપુર સાહિબ ગુરૂદ્વારના પ્રબંધનમાં ફેરફાર કર્યા. તેને શીખ સમુદાયની જગ્યાએ બિન-શીખ સમુદાયના પ્રશાસનિક નિયંત્રણમાં સ્થળાંતરિત કરી દીધું. તેનું આ પગલું શીખ ધર્મ અને તેના સંરક્ષણના વિરૂદ્ધ છે. સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના પહેલાં સચિવ આશિષ શર્મા એ કહ્યું કે આપને યાદ હશે કે પવિત્ર કરતારપુર સાહિબ ગુરૂદ્વારાના ઉલ્લેખના પહેલાંના પ્રસ્તાવમાં પણ છે. આ પ્રસ્તાવનું ઉલ્લંઘન પાકિસ્તાનની તરફથી કરાયું છે.

સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના સચિવ આશીષ શર્મા એ કહ્યું કે જાે પાકિસ્તાન ભારતમાં ધર્મોની વિરૂદ્ધ નફરતની પોતાની હાલની સંસ્કૃતિને બદલે છે અને સરહદ પારથી થનાર આતંકવાદના સમર્થનને રોકે છે તો અમે દક્ષિણ એશિયા છે અને તેની બહાર શાંતિની વાસ્તવિક સંસ્કૃતિનો પ્રયાસ કરી શકીએ છીએ.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution