ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં અગાઉ ચાર મહિનાથી વધુ સમય સુધી એક્સ બ્લોક કરાયું હતું, તો હવે પાકિસ્તાન સરકારે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યૂટ્યુબ, વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક પર છ દિવસનો પ્રતિબંધ લાદાવનો ર્નિણય લીધો છે. સરકાર મોહરમના તહેવારને ધ્યાને રાખી ૧૩થી ૧૮ જુલાઈ સુધી તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ રાખશે.મળતા અહેવાલો મુજબ પાકિસ્તાનની પંજાબ પ્રાંતની સરકારે ઈસ્લામી મહિનો મોહરમને દરમિયાન ‘નફરત ફેલાવતી સામગ્રી’ને અટકાવવા માટે સોશિયલ મીડિયાના તમામ પ્લોટફોર્મ ર્રૂે્ેહ્વી, ઉરટ્ઠંજછॅॅ, હ્લટ્ઠષ્ઠીર્હ્ર્વા, ૈંહજંટ્ઠખ્તટ્ઠિદ્બ અને ્ૈા્ર્ા પર ૧૩થી ૧૮ જુલાઈ સુધી પ્રતિબંદ લાદવાનો ર્નિણય લીધો છે. મીડિયા અહેવાલો મુજબ પંજાબ સરકાર દ્વારા ગુરુવારે મોડી રાત્રે જાહેર કરાયેલી એડવાઈઝરીમાં જણાવાયું છે કે, મુખ્યમંત્રી મરિયમ નવાજની કાયદો અને વ્યવસ્થા સંબંધીત કેબિનેટે ૧૨ કરોડથી વધુ વસ્તી ધરાવતા પંજાબ પ્રાંતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યૂટ્યુબ, વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક પર છ દિવસનો પ્રતિબંધ લાદવાની ભલામણ કરી છે. તહેવારો દરમિયાન નફરત ફેલાવતી સામગ્રી અને અફવાઓ ફેલાતી અટકાવવા તેમજ સાંપ્રદાયિક હિંસા ન થાય તે હેતુથી કેબિનેટે આ ર્નિણય લીધો છે.મરિયમ નવાજની પંજાબ સરકારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને વિનંતી કરી છે કે, કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ૧૩થી ૧૮ જુલાઈ સુધી બંધ રાખવા માટે સૂચના જારી કરે.