દિલ્હી-
પાકિસ્તાને પણ હવે જાણે નેપાળના રસ્તે ચાલતું હોય તેમ જણાય છે. પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે વિવાદિત નકશાને મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાને આ નકશામાં કાશ્મીરને પોતાનું ગણાવ્યું છે અને નવા નકશામાં તેણે લદ્દાખ, સિયાચિન સહિત ગુજરાતના જૂનાગઢ પર દાવો કર્યો છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આ હરકતને પાકિસ્તાનનો ઐતિહાસિક દિવસ ગણાવ્યો છે. વિવાદિત નકશાને ઈમરાન ખાન કેબિનેટની મંજૂરી મળી ચુકી છે. બેઠક પછી ઈમરાન ખાને નવો પોલિટિકલ મેપ પણ જાહેર કર્યો છે. નકશામાં કાશ્મીરના પીઓકેને જ નહીં સંપૂર્ણ કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યું છે.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના નેતૃત્વમાં પાકિસ્તાનના નવા રાજકીય નકશાને મંજૂરી આપી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને આ નવા નકશામાં પાકિસ્તાનમાં દર્શાવવામાં આવ્યા છે. આ સાથે જ નવા નકશામાં ગુજરાતના જૂનાગઢ, માણાવદરને પણ પાકિસ્તાનમાં દર્શાવવામાં આવ્યા છે.