પાક.સેનાએ ખૈબર પખ્તુનખ્વા અને ઉત્તર વજીરિસ્તાનમાં ૬ આતંકીઓને ઠાર કર્યા
ઈસ્લામાબાદ
આતંકવાદીઓના રક્ષક તરીકે ઓળખાતું પાકિસ્તાન આ દિવસોમાં આતંકી હુમલાઓથી પરેશાન છે. પાકિસ્તાનના અલગ-અલગ શહેરોમાં દરરોજ આતંકી હુમલા થઈ રહ્યા છે. તેનો અર્થ એ છે કે પાકિસ્તાન હવે ધીમે ધીમે તે જ આતંકનો પાક લઈ રહ્યું છે જે તેણે ઉગાડ્યું હતું. તાજેતરમાં સુરક્ષા દળો પર થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનના ઘણા અધિકારીઓ માર્યા ગયા હતા. જાે કે પાકિસ્તાની સેનાએ હવે આ આતંકી હુમલાનો બદલો લીધો છે. સેનાએ ખૈબર પખ્તુનખ્વા અને ઉત્તર વજીરિસ્તાનમાં કુલ ૬ આતંકીઓને ઠાર કર્યા છે.પાકિસ્તાનના સુરક્ષા દળોએ બુધવારે અફઘાનિસ્તાનની સરહદે આવેલા ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં બે સ્થળોએ દરોડા પાડ્યા હતા અને છ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સેનાએ આ જાણકારી આપી. સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં એક સ્થાન પર દરોડા દરમિયાન પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. નિવેદનમાં માર્યા ગયેલા આતંકવાદીઓની વિગતો આપવામાં આવી નથી અને માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે તેઓ સુરક્ષા દળો પર અગાઉના હુમલાઓમાં સામેલ હતા. આ દરમિયાન ઉત્તર વઝીરિસ્તાનમાં અન્ય એક સ્થળે હુમલામાં એક આતંકવાદી માર્યો ગયો હતો. ઉત્તર વઝીરિસ્તાન એક સમયે પાકિસ્તાની તાલિબાનોનો ગઢ હતું. નિવેદનમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
સામાન્ય રીતે આતંકવાદીઓની ઓળખ છૂપી નથી હોતી, પરંતુ આ વખતે પાકિસ્તાન તેમની ઓળખ જાહેર કરી રહ્યું નથી.