રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (ઇમ્ૈં)ના ગવર્નર શક્તિકાંત દાસે આ મહિને મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં જણાવ્યું હતું કે દેશમાં મોંઘવારીનો બીજાે ઉછાળો પરવડી શકે તેમ નથી. તેમણે જણાવ્યું હતું કે હાલમાં શ્રેષ્ઠ અભિગમ એ છે કે અનુકૂળ વલણ અપનાવવું અને ફુગાવો મધ્યસ્થ બેંકના લક્ષ્યાંક સાથે ટકાઉ થાય તેની રાહ જાેવી. તેમણે આ મહિના ૭ થી ૯ ઓક્ટોબર દરમિયાન યોજાયેલી બેઠકમાં પોલિસી રેટને યથાવત રાખવાની તરફેણમાં મતદાન કરતી વખતે આ જણાવ્યું હતું. બુધવારે જાહેર કરવામાં આવેલી મોનેટરી પોલિસી કમિટી (સ્ઁઝ્ર)ની મીટિંગની વિગતો મુજબ દાસે કહ્યું, મૂલ્ય સ્તરે સ્થિરતા જાળવી રાખીને જ નાણાકીય નીતિ ટકાઉ આર્થિક વૃદ્ધિને ટેકો આપી શકે છે.
બેઠકમાં સ્ઁઝ્રએ સતત ૧૦મી વખત પોલિસી રેટ રેપોને ૬.૫ ટકા પર જાળવી રાખવાનો ર્નિણય કર્યો. છ સભ્યોમાંથી પાંચ સભ્યોએ તેની તરફેણમાં જ્યારે એકે તેને ઘટાડવાની તરફેણમાં મતદાન કર્યું હતું. જાે કે સમિતિએ સર્વાનુમતે તેના અગાઉના ઉદાર વલણને પાછું ખેંચીને તટસ્થ રાખવાનું નક્કી કર્યું હતું. એમપીસીના પુનર્ગઠન પછી આ પ્રથમ બેઠક હતી. ત્રણ નવનિયુક્ત બાહ્ય સભ્યો રામ સિંહ, સૌગત ભટ્ટાચાર્ય અને નાગેશ કુમાર છે. બેઠકની વિગતો અનુસાર, દાસે જણાવ્યું હતું કે નાણાકીય નીતિ માત્ર ભાવ સ્થિરતા જાળવી રાખીને આર્થિક વૃદ્ધિને ટકાઉ સમર્થન આપી શકે છે.
તેમણે કહ્યું કે, તમામ બાબતોને ધ્યાનમાં રાખીને, હું પોલિસી રેટ રેપોને ૬.૫ ટકા પર યથાવત રાખીને વર્તમાન વલણને 'તટસ્થ' કરવા માટે મત આપું છું, તેમણે જણાવ્યું હતું કે એકંદરે ભારતીય અર્થતંત્ર સ્થિર છે અને મજબૂતીનું ચિત્ર રજૂ કરે છે. ફુગાવો અને વૃદ્ધિ વચ્ચે સંતુલન છે. ફુગાવામાં નજીકના ગાળામાં વધારો થયો હોવા છતાં, હેડલાઇન ફુગાવો વર્ષના અંતમાં અને આવતા વર્ષની શરૂઆતમાં ચાર ટકાના લક્ષ્યની આસપાસ રહેવાની ધારણા છે,