ગાંધીનગર,તા.૯
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ.૧૦ની બોર્ડની પરીક્ષાનું આજે ૬૦.૬૪ ટકા પરિણામ જાહેર કરાયું હતું દેવામાં આવ્યું છે. ૨૦૧૯માં ધો.૧૦નું પરિણામ ૬૬.૯૭ ટકા જાહેર થયું હતુ, તે સંદર્ભે ગત વર્ષ કરતા લગભગ ૫ ટકા ઓછું પરિણામ જાહેર કરાયું છે. ચાલુ વર્ષે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓનું પરિણામ વધુ આવ્યું છે ૫૬.૫૩% પરિણામ વિદ્યાર્થીઓનું છે જ્યારે ૬૦.૦૨ ટકા પરિણામ વિદ્યાર્થિનીઓનું છે. સૌથી વધુ સુરત જિલ્લાનું ૯૪.૬૬ ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ પરિણામ બનાસકાંઠાના સપરેડા કેન્દ્રનું ૯૪.૭૮ ટકા આવ્યું છે. દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ ૪૭.૪૭ ટકા છે.કેન્દ્રોમાં સૌથી ઓછું દાહોદના રૂવાબારી કેન્દ્રનું ૧૪.૯ ટકા પરિણામ આવ્યું છે, ૧૨૫ કેદીઓએ પણ પરીક્ષા આપી હતી. ગુજરાત બોર્ડનું આ પરિણામ છેલ્લા ૫ વર્ષમાં સૌથી ઓછું પરિણામ આવ્યું છે.રાજ્યભરમાંથી ફક્ત ૧૬૭૧ વિદ્યાર્થીઓ જ એ-વન ગ્રેડ મેળવી શક્. જ્યારે ૨૩,૭૫૪ વિદ્યાર્થીઓએ એ-ટુ અને ૫૮,૧૨૮ વિદ્યાર્થીઓએ બી-વન ગ્રેડ મેળવ્યો છે.
ચાલું વર્ષે ૧૦૦ ટકા પરિણામ ધરાવતી ૨૯૧ શાળાનો સમાવેશ થાય છે, રાજ્યમાં ૧૮૩૯ શાળાનું પરિણામ ૩૦ ટકાથી ઓછું આવ્યું છે. ગુજરાતીનું ૫૭.૫૪ અને અંગ્રેજી માધ્યમનું ૮૬.૭૫ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
૧૭૪ શાળાઓનું પરિણામ શૂન્ય
ગતવર્ષ કરતા ૬ ટકા ઓછું તો છે. સાથે-સાથે શિક્ષણનું સ્તર કથળતું જતું હોવાનું દેખાઈ રÌšં છે. કેમકે જ્યારે ૧૭૪ શાળાનું પરિણામ ૦ ટકા આવ્યું છે. ૧૦૦% પરિણામ લાવતી શાળાઓમાં ઘટાડો નોંધાયો છે અને સંખ્યા ૭૫ ઘટીને ૨૯૧ થઈ છે . જ્યારે ૩૦% થી નીચું પરિણામ લાવતી શાળા બમણી વધી ગઈ છે અને આંકડો ૧૮૩એ પહોંચ્યો છે. ત્યારે એવું કહી શકાય કે, શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી જેવા કાર્યક્રમની મોટી-મોટી વાતો કરતી સરકાર રિઝલ્ટના નિમ્ન સ્તરને સુધારી શકતી નથી.
૧૫મી જૂન પછી માર્કશીટનું વિતરણ
૧૫મી જૂન આસપાસ વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણ કરાશે તેવું બોર્ડના સૂત્રો જણાવી રહ્યાં છે. બોર્ડ દ્વારા તાલુકા પ્રમાણે માર્કશીટના પેકેટ તૈયાર કરવામાં આવશે. જેથી ડીઈઓ દ્વારા માર્કશીટનું તાલુકા વાર વિતરણ કરાશે. ધો.૧૦ની બોર્ડની પરીક્ષામાં માર્ચ મહિનામાં રાજ્યના કુલ ૮૧ ઝોનમાં લેવામાં આવી હતી. બોર્ડની પરીક્ષા માટે કુલ ૯૩૪ કેન્દ્રના ૩,૬૦૦ બિલ્ડંગો અને ૪૨ હજાર બ્લોકમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.