આંધ્રપ્રદેશ, તેલંગાણામાં ૩૦થી વધુનાં મોત : ૧૦૦થી વધુ ટ્રેનો રદ


હૈદ્રાબાદ:શનિવાર અને રવિવારે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદ થયો હતો. આ વરસાદને કારણે બંને રાજ્યોમાં ૩૦થી વધુ લોકોના મોત થયા છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાને કારણે બંને રાજ્યોમાં રેલ અને માર્ગ વાહનવ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણાની નદીઓ પૂરજાેશમાં છે. પરિસ્થિતિને જાેતા હજારો લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં દ્ગડ્ઢઇહ્લ અને જીડ્ઢઇહ્લની ટીમો તૈનાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના સીએમ રેવન્ત રેડ્ડી સાથે ફોન પર વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. વડા પ્રધાને બંને મુખ્ય પ્રધાનોને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. તેલંગાણાના મહેસૂલ મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીએ કહ્યું કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદને કારણે ૧૫થી વધુ લોકોના મોત થયા છે. હૈદરાબાદમાં વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ કારણે સોમવારે શહેરમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે અને હવામાન વિભાગે સોમવારે આદિલાબાદ, નિઝામાબાદ, રાજન્ના સરસિલ્લા, યાદરી ભુવનગિરી, વિકરાબાદ, સંગારેડ્ડી, કામરેડ્ડી અને મહબૂબનગરમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. સીએમ ચંદ્રબાબુ નાયડુએ પણ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આંધ્રપ્રદેશમાં પણ વરસાદના કારણે ૧૫થી વધુ લોકોના મોત થયા છે. આંધ્રપ્રદેશનો વિજયવાડા જિલ્લો પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ ટોચના અધિકારીઓ સાથે ઈમરજન્સી બેઠક બોલાવી છે. અધિકારીઓને એલર્ટ રહેવા અને પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવા સૂચના આપવામાં આવી છે. વરસાદના કારણે જિલ્લામાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. શ્રીકાકુલમ, વિઝિયાનગરમ, પાર્વતીપુરમ મન્યમ, અલ્લુરી સીતારામ રાજુ, કાકીનાડા અને નંદ્યાલા જિલ્લામાં ભારે વરસાદ થયો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે અમે વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છીએ. હાલમાં ૧૧૦ બોટ લોકોને ભોજન અને તબીબી સહાય પૂરી પાડી રહી છે. હું સતત પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યો છું અને અધિકારીઓ પણ સક્રિય રીતે કામ કરી રહ્યા છે. લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. અમે પૂર પ્રભાવિત વિસ્તારોમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવી રહ્યા છીએ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution