ઓવેરિયન સિસ્ટ અને આયુર્વેદ

આજકાલ બીજકોષ ગ્રંથિ અથવા બીજાશયમાં થતી ગાંઠ(ઓવેરિયન સિસ્ટ)નો રોગ વધારે જાેવા મળે છે. ઓવેરિયન સિસ્ટ એટલે સ્ત્રી બીજાશય(ઓવેરી)માં પાણી અથવા તેના જેવું કોઈ પણ પ્રવાહી ભરાવાથી થતી ગાંઠ જે ઓવેરીની ક્ષમતાને ઘટાડી મૂકે છે અને ખૂબ હેરાન પરેશાન કરી મૂકે છે. સ્ત્રીબીજ જ્યારે પાણીથી ભરાઈ જાય છે અને ફૂટતા નથી ત્યારે તે ગાંઠનું સ્વરૂપ ધારણ કરે છે. આ ગાંઠના અલગ અલગ નામ હોય છે. સાદી મેડિકલની ભાષામાં તેને ઓવેરિયન સિસ્ટ કહે છે. આ ગાંઠના આકાર સાવ નાનાથી લઈને મોટો થઈ શકે છે. સ્ત્રીઓમાં સૌથી સામાન્ય થતી ગાંઠ છે. તેમાં પણ રિપ્રોડક્ટિવ એજ ગ્રુપમાં સૌથી કોમન છે. તેનું સોનોગ્રાફીથી નિદાન થઈ શકે છે. આ ગાંઠ ૨૦થી ૪૦ટકા સ્ત્રીઓને થવાની શક્યતા રહે છે. ૨ ટકા સ્ત્રીઓને આ ગાંઠ કેન્સરમાં પરિવર્તિત થઈ શકે તેવી સંભાવના રહે છે. આ ગાંઠના સામાન્ય રીતે બે મુખ્ય પ્રકાર હોય છે, એક ફંક્શનલ સિસ્ટ અને બીજી પેથોલોજિકલ સિસ્ટ. મોટાભાગે તેના કોઈ લક્ષણો હોતા નથી પણ છતાંય ક્યારેક આ મુજબના લક્ષણો જાેવા મળી શકે .

લક્ષણો –

• દુઃખાવા સાથે માસિક આવવું

• માસિકની વચ્ચે રક્તસ્ત્રાવ થવો

• અનિયમિત માસિક

• સેક્સ દરમિયાન દુઃખાવો થવો

• બ્રેસ્ટમાં ભારે લાગવું

• કમરના નીચેના ભાગમાં દુઃખાવો થવો

• પેટમાં દુઃખાવો થવો

• વંધ્યત્વ

• સંડાસને લગતી તકલીફો

• ઉલ્ટી અને ઊબકા

• પેશાબ વારંવાર જવું

નિદાન કઈ રીતે કરાવી શકાય?

• સોનોગ્રાફી

• સિટી સ્કેન

• સ્ઇૈં

• ઝ્રટ્ઠ ૧૨૫

• ન્ૐ

• હ્લજીૐ

• ્‌ીર્જંજંિર્ીહ

ઓવેરિયન સિસ્ટના પ્રકાર

સિમ્પલ સિસ્ટ

કોમ્પ્લેક્સ સિસ્ટ

હેમરેજિક સિસ્ટ

પોલિસિસ્ટિક ઓવરી

સિસ્ટો એડેનોમાં

કોર્પસ લ્યુટીયમ સિસ્ટ

ફોલિક્યુલર સિસ્ટ

ચોકલેટ સિસ્ટ

ડર્મોઇડ સિસ્ટ

ઓવેરિયન સિસ્ટ થવાના કારણો

 વંધ્યત્વ ની એલોપેથિક સારવાર લેતા દર્દીઓમાં સિસ્ટનું પ્રમાણ ખૂબ જાેવા મળે છે, કેમકે સારવાર દરમિયાન વપરાતી ષ્ઠર્ઙ્મદ્બૈકીહ ષ્ઠૈંટ્ઠિંી અને ઙ્મર્ટ્ઠિર્ડઙ્મી જેવી દવાઓથી હોર્મોનનું કુદરતી સંતુલન ખોરવાય છે અને સિસ્ટ થઈ શકે છે.

આ સિવાય ઘણી બધી દવાઓના કારણે થઈ શકે છે. પ્રેગ્નન્સીમાં બીજા તબક્કામાં ૐઝ્રય્ નામના હોર્મોનનું લેવલ અચાનક વધવાથી સિસ્ટ થઈ શકે છે.

લીલા થાયરોઈડમાં થઈ શકે છે.

કુટુંબ નિયોજનનું ઓપેરેશન કરાવનાર મહિલાઓમાં ખાસ જાેવા મળે છે.

એલોપેથીમાં સારવાર

મોર્ડન સાયન્સમાં કોઈ ખાસ ટ્રીટમેન્ટ નથી સિવાય કે હોર્મોન થેરપી અને લેપ્રોસ્કોપી. પણ તે પછી સિસ્ટ ફરીથી થઈ શકે છે. મોટાભાગે ઓવેરિયન સિસ્ટ ૩ મહિનામાં જાતે જ મટી જાય છે પણ જાે ના મટે તો જ સારવાર કરવી. ગર્ભનિરોધક ગોળીથી સિસ્ટમાં રાહત મળે છે. દુઃખાવાની દવા, ઓપરેશન અને લેપ્રોસ્કોપીનો ઉપયોગ થાય છે.

 આ સારવારમાં કોંપ્લિકેશન થઈ શકે છએ જે નીચે પ્રમાણે છે.

• ટોર્શન- ગાંઠ આખી ટિ્‌વસ્ટ વળી જવાથી ઓવેરી આખી વળી જાય છે એને ટોર્શન કહે છે.

• ઓવેરિયન નેક્રોસીસ.

• હેમરેજઃ વધુ લોહી પડી જવું.

• કેન્સર – ૨ ટકા લોકોને ટોર્શનથી કેન્સર થઈ શકે છે.

• પ્રિમેચ્યોર ઓવરીયન ફેઇલ્યોર.

• ઇન્ફર્ટિલિટી

• મેનોપોઝ

• ઓવરીયન કેન્સર અને જનનાંગોના કેન્સર

આયુર્વેદ શું કહે છે ?

આયુર્વેદમાં ગ્રથિ નામથી આ રોગનું વર્ણન મળે છે. રક્ત, માંસ અને મેદ દૂષિત થવાથી આ રોગ થાય છે. આર્તવવહ સ્ત્રોતસના દૂષિત થવાથી આ રોગ થાય છે. આ રોગની આયુર્વેદમાં ખુબ સચોટ સારવાર ઉપલબ્ધ છે. આયુર્વેદમાં ચિકિત્સામાં પંચકર્મથી ખૂબ ફાયદો મળે છે. તેમાં પણ સ્નેહન, સ્વેદન, ક્ષારકર્મ, અગ્નિકર્મ, વિરેચન અને બસ્તી ખૂબ લાભ કરે છે.

ઓવેરિયન સિસ્ટમાં પથ્યાપથ્ય

શું ખાવું ?

• જૂનું ઘી

• જૂના લાલ ચોખા

• જવ

• મગ, પરવળ ,લાલ સરગવો

શું ના ખાવું ?

• દૂધ

• શેરડી

• ખાટુ, ગળ્યું, પચવામાં ભારે ખોરાક લેવો નહીં

 આયુર્વેદમાં આ રોગની ખૂબ સરળ અને અસરકારક સારવાર ઉપલબ્ધ છે. નજીકના આયુર્વેદ સ્ત્રીરોગ નિષ્ણાતને મળીને આપ સારવાર લઈ શકો છો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution