ચલણમાં રહેલી ૨૦૦૦ની કુલ નોટોમાંથી ૨.૦૮ ટકા નોટો પરત આવવાની બાકી


રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું કે ૧૯ મે, ૨૦૨૩ના રોજ ચલણમાં રહેલી રૂ. ૩.૫૬ લાખ કરોડની રૂ. ૨૦૦૦ની નોટ ઘટીને રૂ. ૭૪૦૯ કરોડ થઈ ગઈ છે.ભારતીય રિઝર્વ બેંકે ૨૦૦૦ રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચી લીધાને ૧૪ મહિનાથી વધુ સમય થઈ ગયો છે, તેમ છતાં ૭૪૦૯ કરોડ રૂપિયાની ૨૦૦૦ની નોટો હજુ પણ બેંકિંગ સિસ્ટમમાં પરત આવવાની બાકી છે. ઇમ્ૈંએ રૂ. ૨૦૦૦ની નોટો પાછી ખેંચવાની સ્થિતિ જાહેર કરી છે જેમાં આ માહિતી સામે આવી છે.

ભારતીય રિઝર્વ બેંકે કહ્યું કે ૧૯ મે, ૨૦૨૩ ના રોજ, જે દિવસે ૨૦૦૦ રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી, તે દિવસે ૩.૫૬ લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી. ૩૧ જુલાઈ ૨૦૨૪ સુધીમાં ચલણમાં ૨૦૦૦ રૂપિયાની નોટોની કિંમત ઘટીને ૭૪૦૯ કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે ચલણમાં રહેલી ૯૭.૯૨ ટકા નોટો ઇમ્ૈંને પાછી આવી છે. ૩.૪૮ લાખ કરોડ રૂપિયાની કુલ ૨૦૦૦ રૂપિયાની નોટો બેંકિંગ સિસ્ટમમાં મોકલવામાં આવી છે. પરંતુ ચલણમાં રહેલી કુલ નોટોમાંથી ૨.૦૮ ટકા નોટો પરત આવવાની બાકી છે.

ભારતી રિઝર્વ બેંકની ઈશ્યુ ઓફિસ હજુ પણ વ્યક્તિઓ અથવા સંસ્થાઓ પાસેથી રૂ. ૨૦૦૦ની નોટ સ્વીકારી રહી છે, જે સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવી રહી છે. ઘણા લોકો ૨૦૦૦ રૂપિયાની નોટો તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે ઈન્ડિયા પોસ્ટ દ્વારા ઇમ્ૈંની ઈશ્યુ ઓફિસને પણ મોકલી રહ્યા છે. ૨૦૦૦ રૂપિયાની નોટ જમા કરાવવા માટે ઇમ્ૈંની ઈસ્યુ ઓફિસની મુલાકાત લેવાની જરૂર નથી. આરબીઆઈએ કહ્યું કે ૨૦૦૦ રૂપિયાનું લીગલ ટેન્ડર કરવામાં આવ્યું છે.

૯ મે, ૨૦૨૩ ના રોજ, ઇમ્ૈં એ ૨૦૦૦ રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. ત્યારે આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ક્લીન નોટ પોલિસી હેઠળ આરબીઆઈએ ૨૦૦૦ રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાનો ર્નિણય લીધો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution