લોંગ વીકેન્ડ અને તહેવારોનો લાભ લેવા ‘કલ્કિ’ની ઓટીટી રિલીઝ પોસ્ટપોન કરાઇ

સ્વાતંય દિનથી લઇને રક્ષાબંધન સુધીના લોંગ વિકેન્ડ અને તહેવારોનો માહોલ છતાં બે તેલુગુ ફિલ્મો ‘ડબલ ઇસ્માર્ટ’ અને ‘મિસ્ટર બચ્ચન’ ખાસ કશું ઉકાળી શકી નહોતી. તેથી લગભગ ૬૦ જેટલાં થિએટર્સમાં ‘કલ્કિ’ ફરી રિલીઝ કરવામાં આવી છે. તેનાથી ફરી ડિસ્ટ્રીબ્યુટર્સ અને ફિલ્મ મેકર્સને થોડી કમાણી પણ થઈ છે. સામે ‘મિસ્ટર બચ્ચન’ અને ‘ડબલ ઇસ્માર્ટ’ની સ્થિતિ પહેલાં કરતાં પણ કફોડી થઈ હતી. એક ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકલાયેલા સૂત્રના જણાવ્યા અનુસાર, “કલ્કિના માથાદીઠ ૧૦૦ રૂપિયા પણ ટિકિટ હોય તો પણ દર્શકોએ ઘણા શહેરો અને નાના ગામોમાં મોટી સંખ્યામાં જઈને આ સાઈ-ફાઈ થ્રિલરની મજા માણી હતી અને ઘણા સિંગલ સ્ક્રીન થિએટર્સમાં મોટી સંખ્યામાં લોકોએ આ ફિલ્મ જાેઈ છે.” નાગ અશ્વિનની આ ફિલ્મ ૧૫ ઓગસ્ટે ઓટીટી પર રિલીઝ કરી દેવાની હતી. પરંતુ ફિલ્મ મેકર્સે ૨૨ ઓગસ્ટ નક્કી કરી, કારણ કે દર્શકો હજુ પણ થિએટરમાં આ ફિલ્મ જાેવા આવતા હતા. સૂત્રના જણાવ્યા અનુસાર,“ડિસ્ટ્રીબ્યુટર્સ થોડાં વધુ પૈસા કમાઇ શકે તે માટે ડિજીટલ પ્રીમિઅર થોડું પોસ્ટપોન કરવામાં આવ્યું. નહીંતર આ લોંગદ વીકેન્ડ અને તહેવારો ડિસ્ટ્રીબ્યુટર્સ માટે નીરસ રહી ગયા હોત.” નવી ફિલ્મો ચાલી નથી રહી તેથી તેલુગુ ડિસ્ટ્રિબ્યુટર્સ તહેવારોની મોસમમાં મહેશ બાબુની ‘મુરારી’ અને મેગાસ્ટાર ચિરંજીવીની ‘ઇન્દ્રા’ ૨૨ ઓગસ્ટે ફરી રિલીઝ થાય તેની રાહ જાેઈ રહ્યા છે. સૂત્રએ જણાવ્યું કે,“સુપરસ્ટાર્સની ફિલ્મો રિલીઝ કરીને અમે થોડી આવક ઊભી કરી શકીએ છીએ બાકી તો આંધ્રપ્રદેશ અને તેલંગણાના ડિસ્ટ્રીબ્યુટર્સ અને એક્ઝિબીટર્સ માટે ટકવું જ મુશ્કેલ થઈ ગયં્‌ હોત.” કલ્કિએ થિએટર્સ અને મલ્ટીપ્લેક્સમાંથી તો છેક છેલ્લે સુધી રડી લીધું હવે ઓટીટી રિલીઝમાં પણ ડબલ કમાણી કરવાની તૈયારી કરી લીધી છે. સામાન્ય રીતે મોટી ફિલ્મો કોઈ એક ઓટીટી પ્લેટફર્મ પર એક્સ્ક્યુઝિવલી રિલીઝ થતી હોય છે, તેના બદલે ‘કલ્કિ’ એમેઝોન પ્રાઇમ વીડિયો અને નેટફ્લિક્સ એ બંને મોટા પ્લેટફર્મ પર એક સાથે ૨૨ ઓગસ્ટે રિલીઝ થશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution