રાજકોટ-
શહેરમાં બે સ્થળે ઘરફોડ ચોરી કરનાર ઓરીસ્સા ગેંગના ત્રણ શખ્સોને પ્ર.નગર પોલીસે ઝડપી પાડી ચાંદીના દાગીના રૂ. ૧૭ હજાર તથા રોકડ રૂ. ૩૫ હજાર મળી કુલ રૂ.૫૨ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.
દિવસે કડિયા કામ કરતા અને રાત્રે ચોરી કરતાં ઓરિસ્સાના ત્રણ મજુરને પ્ર.નગર પોલીસે ઝડપી લઇ રેલ નગર માં બે મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.રેલનગર મહર્ષિ અરવિંદ ટાઉનશીપ ની પાછળના ભાગે અમૃત સરોવર રેસિડેન્સીમાં એપાર્ટમેન્ટ નું બાંધકામ ચાલુ હોય અહીં કામ કરતાં અને રહેતા ઓરિસ્સાના શખ્સો ચોરી કરતા હોવાની ચોક્કસ બાતમી પ્ર.નગર પોલીસે મૂળ શિશકેલા તાલુકો શોધતોલા જી. બલાગીર-ઓરિસ્સાના હાલ રેલ નગરમાં રહેતા પવિત્ર ઉફ પવિત્ર અકિલ નાગ, અજય ગજીન નાગ , ગોરધન ઉર્ફે પ્ન્ટ્રિ નિત્યાનંદ પાત્રને સકંજામાં લઇ પૂછતાછ કરતા ગલ્લા તલ્લા કર્યા બાદ પ્ર.નગર વિસ્તારમાં બે મકાનમાં થયેલી ચોરીની કબૂલાત આપી હતી. વિશે પુછતાછ થતાં ચોરેલી રકમ માંથી ૧૭હજારની રોકડ અને ૩૫ હજારના દાગીના તથા બીજા ગુનાના રૂ. ૧૫ હજાર રોકડા કાઢી આપતા આ મુદામાલ કેજે કરી ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.આ ત્રણેય જે વિસ્તારમાં બાંધકામની સાઇટ ચાલુ હોય ત્યાં મજૂરી કરતા અને આસપાસના બંધ મકાન ની રેલી કરી લઇ રાત્રીના સમયે વંડી ઠેકી સળિયા ગણેશીયા થી તાળા તોડી ચોરી કરવાની ટેવ ધરાવે છે. આજુબાજુ દરવાજા જો અંદરથી બંધ હોય તો બહારથી આગળીયો મારી દેવાની પણ ટેવ ધરાવે છે.બાંધકામ સાઇટ પર કામ કરી રાત્રીના રેંકી કરી ચોરીને અંજામ આપતા: સોના-ચાંદીના દાગીના રોકડ મળી રૂ. ૫૬ હજારનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.