યુપીએસસીમાં સીધી ભરતીની જાહેરાત પર વિપક્ષ લડાયક મોડ પર

નવી દિલ્હી:યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (ેંઁજીઝ્ર) એ લેટરલ એન્ટ્રી દ્વારા ૪૫ જગ્યાઓ માટે ભરતી માટેની જાહેરાત કરી છે. જેમાં ૪૫ જાેઈન્ટ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી અને ડાયરેક્ટર લેવલની પોસ્ટનો સમાવેશ થાય છે. આ પદો પર ભરતી વિવિધ મંત્રાલયોમાં સીધી ભરતી દ્વારા કરવામાં આવશે. આ ભરતીઓ અનુભવ અને કામના આધારે કરવામાં આવશે. તેની અરજીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જાે કે વિપક્ષ મોદી સરકારના આ ર્નિણયનો વિરોધ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ૨૦૧૯માં પહેલીવાર મોદી સરકારે આ પદો પર સીધી ભરતી દ્વારા ભરતી કરી હતી. હવે ફરી તેનું પુનરાવર્તન થઈ રહ્યું છે.

મોદી સરકાર તેમના ત્રીજા કાર્યકાળમાં વહીવટી સ્તરે સુધારા માટે ઘણાં પગલાં લઈ રહી છે. ગયા અઠવાડિયે જ કેબિનેટ સચિવ અને ગૃહ સચિવ સહિત ૨૦ સચિવોની બદલી કરવામાં આવી હતી. હવે સરકારે ‘ડોમેન એક્સપર્ટસ‘ ની ભરતીની જાહેરાત કરી છે. યુપીએસસીએ તેના માટે જાહેરાત બહાર પાડી છે અને અરજીની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. આ ભરતીમાં ૧૦ જગ્યાઓ સંયુક્ત સચિવ સ્તરની છે, અને બાકીની નિયામક અને નાયબ સચિવ સ્તરની જગ્યાઓ છે. જે નવીકરણીય ઊર્જા, મીડિયા, પર્યાવરણ, કૃષિ, ઇલેક્ટ્રોનિક્સ સંબંધિત મંત્રાલયોમાં ભરતી કરવામાં આવશે.

સરકારનું કહેવું છે કે, એક્સપર્ટસ ફિલ્ડ વિશે વધુ જાણકારી ધરાવતા હોય છે. અને તેમના અનુભવ દ્વારા ઘણો સુધારો કરી શકાય છે. આ સાથે જ સરકારી વિભાગોને પણ ખાનગી ક્ષેત્રના સારા અનુભવી લોકોની મહેનતનો લાભ મળી શકશે. વિપક્ષ મોદી સરકારના આ ર્નિણયનો વિરોધ કરી રહ્યા છે.બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું છે, કે ‘આ ભરતીઓમાં કોઈપણ

પ્રકારની અનામતની જાેગવાઈ નથી. જાે ભરતી ેંઁજીઝ્ર દ્વારા કરવામાં આવે છે, તો જીઝ્ર, જી્‌ અને ર્ંમ્ઝ્રને અનામતનો લાભ આપવો જાેઈએ. કેન્દ્રની મોદી સરકાર બાબા સાહેબે લખેલા બંધારણ અને અનામતની ઘૃણાસ્પદ રીતે મજાક ઉડાવી રહી છે. આ જાહેરાત તેનું નાનું ઉદાહરણ છે. વિપક્ષે તે જાહેરાતનો ફોટો પણ પોસ્ટ કર્યો છે.’

અનામત અંગે વાત કરતા તેજસ્વી યાદવે કહ્યું કે ‘અનામત ખતમ કરવાની મોદી સરકારની આ ખૂબ જ વ્યવસ્થિત, યોજનાબદ્ધ અને ચાલાકીભરી પદ્ધતિ છે. તમને જણાવી દઈએ કે, આ સરકારી નોકરી ત્રણ વર્ષ માટે કોન્ટ્રાક્ટ પર રહેશે. જાેઈન્ટ સેક્રેટરી માટે ૧૭ વર્ષ, ડાયરેક્ટર માટે ૧૦ વર્ષ અને ડેપ્યુટી સેક્રેટરી માટે સાત વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution