વિપક્ષ વકફને લઇને ભ્રમ ફેલાવી રહી છે : ગૃહમંત્રી


નવી દિલ્હી, કેન્દ્ર સરકારે બુધવારે લોકસભામાં વક્ફ બોર્ડ સંશોધન બિલ રજૂ કર્યું. રાજ્યસભામાં તે ગુરુવારે પસાર થશે. બિલને લઈને સરકાર અને વિપક્ષની વચ્ચે તણાવ જાેવા મળી રહ્યો છે. સરકાર તેને પાસ કરાવવા માટે તૈયાર છે, તો વળી વિપક્ષ તેને અસંવૈધાનિક ગણાવી રહ્યા છે. ચર્ચા દરમ્યાન ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અને વિપક્ષ પર ખૂબ પ્રહારો કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, વક્ફનો મતલબ હોય છે, અલ્લાહના નામ પર સંપત્તિનું દાન. જે ઈસ્લામનું બીજા ખલીફા શ્રીઉમરના સમયમાં અસ્તિત્વમાં આવ્યું. આ એક પ્રકારનું ચેરિટેબલ એંડોમેંટ છે. સરકારી સંપત્તિનું દાન ન કરી શકે, તેનું જ કરી શકાય છે, જે આપણું છે.

શાહે વધુમાં કહ્યું હતું કે, અજાણતા અથવા રાજકીય કારણોથી વિપક્ષી સાંસદો દ્વારા કેટલીય ખોટી સૂચનાઓ ફેલાવાઇ રહી છે. વક્ફનો મતલબ છે અલ્લાહના નામ પર ધાર્મિક દાન કરવું. વક્ફ એક પ્રકારનું ધર્માર્થ બંદોબસ્તી છે, જેને પાછું લેવાનો કોઈ ઈરાદો નથી. વક્ફ બોર્ડમાં કોઈ બિન મુસ્લિમ સભ્યને નિયુક્ત કરવાની કોઈ જાેગવાઈ નથી. અમે એવું કરવા નથી માગતા. મુસલમાનોને ધાર્મિક મામલામાં કોઈ હસ્તક્ષેપ નહીં કરી શકાય.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, વક્ફને લઈને ભ્રમ ફેલાવામાં આવી રહ્યો છે. સ્પષ્ટ છેકે, વક્ફમાં કોઈ બિન ઈસ્લામિક સભ્ય નહીં આવે. ૧૯૯૫ સુધી વક્ફની કાઉંસિલ અને વક્ફ બોર્ડ હતું જ નહીં, એક્ટ મુસ્લિમ ભાઈઓના ધાર્મિક ક્રિયાકલાપો અને તેમની દાન કરેલી સંપત્તિમાં દખલ કરવા માટે છે, આ વોટ બંેક માટે છે, તે બધા જ ભ્રમ ઊભા કરાઇ રહ્યા છે.

ટીએમસીના સાંસદ સૌગત રાય ગૃહમંત્રીના નિવેદન સમયે વચ્ચે બોલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે શાહે તેમને ટાર્ગેટ કરતા કહ્યું હતું કે, હું દાદાનું ટેન્શન સમજી રહ્યો છું કે બંગાળના મુસલમાનો પણ સાંભળી રહ્યા છે તો તેમને ટેન્શન થશે તે સ્વાભાવિક છે. અમે એવું નથી લખી રહ્યા કે કોર્ટમાં ન જઈ શકે. તમે તો કરી દીધું હતું કે એક ઓર્ડરને કોઈ કોર્ટમાં ચેલેન્જ કરી શકયા નહીં. આખું સંવિધાન સમાપ્ત કરી દીધું હતું. અમે એવું કોઈ કામ કરવા નથી જઈ રહ્યા.

તેમણે કહ્યંુ હતું કે, પ્રશાસનિક ઉદ્દેશ્યો માટે બોર્ડ અને પરિષદમાં બિન મુસ્લિમ સભ્યોની નિયુક્તિ કરી શકાય છે. શું હિન્દુ, જૈન અથવા શીખ ચેરિટી કમિશનર બીજા ધર્મમાંથી ન હોઈ શકે? તમે તો દેશ તોડી નાખશો. જાે તેમણે ૨૦૧૩માં બિલમાં સંશોધન કરતા આ અતિવાહી ન બનાવ્યું હોત તો આ બિલની જરુર જ નહોતી. તેઓ આપણને વક્ફ સંપત્તિનો હિસાબ ન રાખવા માટે કહી રહ્યા છે. આ ધન ગરીબ મુસલમાનોનું છે, અમીર બોર્ડનું નહીં. વક્ફ ધાર્મિક છે, પણ તેનું બોર્ડ ધાર્મિક નથી.

તેમણે કહ્યું હતું કે, વાંધો શું છે? વક્ફ તો દાન છે ભાઈ અને દાન પોતાની સંપત્તિનું થાય, બીજાની સંપત્તિનું નહીં. સૌને પોતાના ધર્મનું અનુસરણ કરવાનો અધિકાર છે. કોઈ શોખથી કરે, પણ લોભ, લાલચ અને ભયથી ધર્મ પરિવર્તન ન કરી શકાય. કોઈ ગરીબ પાસે ખાવાનું નથી, ખાવાનું આપીને તેનો ધર્મ બદલી દેશો, એવું હવે નહીં ચાલે.

 ૧.૨ લાખ કરોડની વક્ફ પ્રોપર્ટી ગેરવહીવટનો શિકાર : ટીડીપી

ટીડીપીના સાંસદ કૃષ્ણ પ્રસાદ ટેનેટ્ટીએ જણાવ્યું હતંુ કે, વક્ફ પાસે રૂા. ૧.૨ લાખ કરોડથી વધુની સંપત્તિ છે. આ મિલકતો ગેરવહીવટનો શિકાર છે. આ સંપત્તિનો ઉપયોગ મુસ્લિમો અને મહિલાઓના કલ્યાણ માટે થવો જાેઈએ. આમાં સુધારો થવો જાેઈએ. અમે જેપીસીની માગ કરનાર પ્રથમ પક્ષ હતા. અમે હંમેશા મુસ્લિમ સમુદાયના કલ્યાણ માટે ઊભા છે. કેન્દ્રને અપીલ છે કે તેઓ રાજ્ય સરકારોના અધિકારોમાં સુગમતા વધારે.

 મંદિરની જમીન વેચાઈ રહી છે, તેની સામે કાયદો લાવો : સાવંત

શિવસેના ઉદ્ધવ જૂથના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું હતું કે, તમે બિન-મુસ્લિમ સભ્યોને વકફ બોર્ડમાં લાવી રહ્યા છો. મંદિરોના બોર્ડ પર તમે બિન-હિન્દુને લાવશો એવો ડર છે. જાે આમ કરાશે તો અમે વિરોધ કરીશું. એ પછીથી ખ્રિસ્તી, શીખ અને જૈન ધર્મમાં પણ બની શકે છે. મંદિરો પાસે હજારો એકર જમીન છે, તેમની જમીન વેચાઈ રહી છે. શું તમે તેની સામે પણ કાયદો લાવશો? પછી ખબર પડશે કે તમે કેટલા સેક્યુલર છો.

 વકફ બિલમાં નીતિ કે હેતુ બંને સાચા નથી : અખિલેશ યાદવ

અખિલેશ યાદવે કહ્યંુ હતું કે, વકફ બિલમાં નીતિ કે હેતુ બંને સાચા નથી. દેશના કરોડો લોકોના ઘર અને દુકાનો છીનવી લેવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ભાજપ એક અલોકતાંત્રિક પક્ષ છે. તે મતભેદને પોતાની શક્તિ માને છે. સરકાર વક્ફ બિલ લાવવાનો આગ્રહ કેમ રાખી રહી છે? આ સાંપ્રદાયિક રાજકારણનું એક નવું સ્વરૂપ છે, આ જીદ છે. બહાર તેઓ સત્યમેવ જયતે લખે છે, અંદર ભાજપના લોકો જૂઠું બોલે છે.

રાજ્ય સરકારની સત્તા ખતમ કરવાના પ્રયાસ : ગૌરવ ગોગોઈ

ગૌરવ ગોગોઈએ કહ્યું હતું કે, આજે તેમની નજર એક ચોક્કસ સમુદાયની જમીન પર છે, કાલે તેમની નજર સમુદાયના અન્ય લઘુમતીઓની જમીન પર હશે. સુધારાની જરૂર છે. તેઓ દેશમાં ભાઈચારાના વાતાવરણને તોડવા માગે છે. રાજ્ય સરકારની પરવાનગીથી બોર્ડ કેટલાક નિયમો બનાવી શકે છે. તેઓ તેને સંપૂર્ણપણે દૂર કરવા માંગે છે. તેઓ રાજ્ય સરકારની સત્તા ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

૫૦૦ એકર જમીન હોટલને ભાડે અપાઇ

અમિત શાહે જણાવ્યું હતું કે, તમિલનાડુમાં ૨૫૦ હેક્ટર વિસ્તાર ધરાવતા ૧૨ ગામો વક્ફની માલિકી હેઠળ આવ્યા છે. મંદિરની ૪૦૦ એકર જમીનને વક્ફ મિલકત તરીકે જાહેર કરાઇ હતી. હું કર્ણાટક પર એક અહેવાલ વાંચી રહ્યો છું. ૨૯ હજાર એકર વક્ફ જમીન ભાડે અપાઇ હતી. ૨૦૦૧ થી ૨૦૧૨ વચ્ચે રૂા. ૨ લાખ કરોડની વક્ફ મિલકત ખાનગી સંસ્થાઓને ૧૦૦ વર્ષના લીઝ પર અપાઇ હતી. બેંગલુરુમાં ૬૦૨ એકર જમીન જપ્તી અટકાવવા માટે હાઈકોર્ટે હસ્તક્ષેપ કરવો પડ્યો. ૫૦૦ એકર જમીન એક ૫ સ્ટાર હોટેલને રૂા. ૧૨,૦૦૦ પ્રતિ માસ ભાડે અપાઇ હતી.

મુસ્લિમો સાથે જાેડાયેલું મહત્ત્વનું બિલ રજૂ કરવા એક મુસ્લિમ સાંસદ ન મળ્યો : એ રાજા

ડીએમકે સાંસદ એ રાજાએ પૂછ્યું હતું કે તમને મુસ્લિમો સાથે જાેડાયેલું આટલું મહત્વપૂર્ણ બિલ રજૂ કરવું હતું, પરંતુ એક પણ મુસ્લિમ સાંસદ ન મળ્યો જે આ બિલ રજૂ કરી શકે. રિજિજુ આટલી બકવાસ વાતો કરવાની હિંમત ક્યાંથી લાવે છે? જાે તેમણે જે કહ્યું તે જેપીસી રિપોર્ટ સાથે મેળ ખાતું હોય, તો હું રાજીનામું આપી દઈશ.

આ હિન્દુસ્તાન છે, તાલિબાન કે પાકિસ્તાન નહીં : અનુરાગ ઠાકુર

ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, અમે ૧૯૪૭માં એક પરિવારના કારણે ભાગલા જાેયા છે. આજે અમે જમીનનું વિભાજન થવા દઈશું નહીં. તે મુસ્લિમ બનામ હિન્દુ નથી. વક્ફ ૨૦૦ લોકોને સોંપી દેવાયું છે, જેમનીપાસે કરોડોની મિલકત છે. તેનો કોઈ હિસાબ-કિતાબ નથી. જે લોકો મોટી મોટી વાતો કરી રહ્યા હતા, આ હિન્દુસ્તાન છે, તાલિબાન કે પાકિસ્તાન નહીં. અહીં બાબા સાહેબના બંધારણનું પાલન થશે.

ધર્મનું પાલન કરવા દબાણ કરી શકાય નહીં : બેનર્જી

ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું હતું કે, વકફનું શીર્ષક બદલાઈ ગયું. તેમાં થયેલા સુધારા ગેરબંધારણીય છે. ૫ વર્ષ સુધી ઇસ્લામના પાલનની જાેગવાઈ ઉમેરવામાં આવી છે. બંધારણ મુજબ, કોઇ પણ વ્યક્તિ અન્યને કોઈપણ ધર્મનું પાલન કરવા માટે દબાણ કરી શકે નહીં. હું ધર્મનું પાલન કરું છું કે નહીં તે અંગે મને પ્રશ્ન કરનાર કોણ છે?

બિલ ગરીબ મુસ્લિમોના ઉદ્ધાર માટે લવાયું છે : શ્રીકાંત એકનાથ શિંદે

શિવસેના સાંસદ શ્રીકાંત એકનાથ શિંદેએ કહ્યું હતું કે, ૩૭૦, ટ્રિપલ તલાક, સીએએ અને આજે વકફ બિલ ગરીબ મુસ્લિમોના ઉદ્ધાર માટે લવાયું છે. ગૃહમાં એક વાત સ્પષ્ટ થઈ કે, યુબીટી કોની વિચારધારાને અનુસરી રહી છે. બાળા સાહેબની વિચારધારા સ્પષ્ટ હતી - હિન્દુત્વનું રક્ષણ, દેશની રક્ષા કરવી અને દેશમાં અન્ય ધર્મોનો સમાવેશ કરવો. મને લાગે છેકે, તેમને હિન્દુત્વ પ્રત્યે એલર્જી થઈ ગઈ છે.

જાે બિલ પસાર થશે તો અમે વિરોધ કરીશું : મુસ્લિમ પર્સનલ લો બોર્ડ

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડેના પ્રવક્તા ડૉ. સૈયદ કાસિમ રસૂલ ઇલ્યાસે બિલની નિંદા કરી અને કહ્યું હતું કે, જાે આ બિલ સંસદમાં પસાર થશે, તો અમે તેની સામે દેશવ્યાપી આંદોલન શરૂ કરીશું. અમે ચૂપ નહીં બેસીએ. અમે અમારી પાસે ઉપલબ્ધ તમામ કાનૂની અને બંધારણીય જાેગવાઈઓનો ઉપયોગ કરીશું. જ્યાં સુધી સૂચિત સુધારા પાછા ખેંચવામાં ન આવે ત્યાં સુધી અમે શાંતિપૂર્ણ આંદોલન કરીશું.

સંવિધાન લહેરાવવાની ફેશન છે : શાહ

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, કોઈની જમીન હવે ઘોષણા કરી દેવાથી વક્ફ નહીં બને. હાલમાં સંવિધાન લહેરાવવાની ફેશન છે. આ સંવિધાનના હિસાબથી સરકારનો અથવા સરકારની કોઈ પણ ખાનગી સંસ્થા પર કોઈ પણ ર્નિણય કાયદાની કોર્ટથી બહાર કેવી રીતે હોઈ શકે? કોઈ પણ ર્નિણય હોય, દેશની કોર્ટ તે ચુકાદા સુધી રસ નહીં ધરાવે. નાગરિક જીવનથી લઈને ક્યાં જશે, જેની જમીન હડપી લીધી છે, તે ક્યાં જશે? આવું નહીં ચાલે. તમારી વોટ બેન્ક માટે તમે શું કર્યું ? અમે રદ કરીએ છીએ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution