લોકસત્તા ડેસ્ક
આપણે રોજ ઉપયોગમાં લેવામાં આવતી ઘણી ચીજોને ખરીદતા પહેલા જ ચેક કરતાં હોય છે તે વસ્તુની એક્સપાયરી ડેટ શું છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જેની એક્સપાયરી ડેટ ચેક કરવી તો દૂરની વાત છે આપણને ખબર પણ હોતી નથી કે આ વસ્તુઓ સમય પૂર્ણ થયા પછી ઉપયોગમાં લેવી જોખમી સાબિત થઈ છે. આવી વસ્તુઓ છે ટુથબ્રશ, કાંસકો, ટુવાલ, બ્રા જેવી વસ્તુઓ. આ વસ્તુઓનો ઉપયોગ પણ અમુક સમય પછી બંધ કરવો જોઈએ.
ટૂથબ્રશ
મોટેભાગે આપણે ઘરોમાં જોશું કે ટૂથબ્રશ સંપૂર્ણ રીતે ઘસાઈ ન જાય ત્યાં સુધી લોકો તેનો ઉપયોગ કરે છે. જો કે આ યોગ્ય નથી. ખરેખર તેની પણ એક્સપાયરી ડેટ હોય છે. કોઈપણ ટૂથબ્રશને ફક્ત 3 મહિના સુધી જ ઉપયોગમાં લેવું જોઈએ. આ પછી તમારે તમારા ટૂથબ્રશને બદલવા જોઈએ. નહિંતર તો તેનાથી પણ શરદી, ખાંસી અને ફલૂ જેવા રોગ થઈ શકે છે.
ટુવાલ
આપણે દરરોજ ટુવાલનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તે ફાટી ન જાય ત્યાં સુધી વાપરવો યોગ્ય નથી. બાથરૂમમાં વપરાતી આવશ્યક વસ્તુમાંની એક એવા ટુવાલમાં જંતુઓ હોય છે. આવી સ્થિતિમાં તેને સમય સમય પર ધોવો જરૂરી છે. અને તેને 3 વર્ષમાં બદલો પણ જરૂરી છે.
બ્રા
મોટેભાગે લોકો તેમના અંતર્ગત વસ્ત્રો જેમકે બ્રા વગેરેનો ઉપયોગ લાંબા સમય સુધી કરે છે. જ્યારે તેનો ઉપયોગ ફક્ત મર્યાદિત સમય માટે થવો જોઈએ. સમય જતાં તેનો રંગ, આકાર બદલાય છે. આમ થયા પછી પણ તમે તેનો ઉપયોગ સતત કરતાં રહો તો શરીર માટે તે સારું નથી.
કાંસકો
કાંસકો ઝડપથી ગંદો થઈ જાય છે. આવી સ્થિતિમાં આ ગંદકી તમારા માથા સુધી પહોંચે છે અને તમારા વાળમાં જાય છે અને તેનાથી ડેંડ્રફ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી રોજિંદા ઉપયોગની આ વસ્તુને અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વાર ધોવી જ જોઈએ. સાથે જ એક વર્ષ કરતા વધુ સમય સુધી તેનો ઉપયોગ કરવો ન જોઈએ. તેથી સમયસર તેને બદલો.