વડોદરા : પારુલ યુનિ.ના પ્રોફેસર દ્વારા પારુલ યુનિ.ની જ વિદ્યાર્થિની પર બળાત્કાર કરવાના ગુના બાદ બળાત્કાર પિડિતાને પારુલ યુનિ.ના સંચાલકોએ ધાકધમકી આપી હતી તેમજ બળાત્કાર પિડિતાનું નામ સોશ્યલ મિડિયામાં વાયરલ કરી દઈ તેને બદનામ કરી હતી. પિડિતાએ પારુલ યુનિ.ના સંચાલકો વિરુધ્ધ શારીરીક માનસિક ત્રાસ, ધાકધમકી આપી હેરાનગતિ અને ત્યારબાદ બદનામ કરવા બદલ ફરિયાદ નોંધવા માટે જિલ્લા પોલીસમાં અરજી કરી હતી પરંતું જિલ્લા પોલીસે જેની સૈા કોઈ શંકા સેવતા હતા તે મુજબ માત્ર પારુલ યુનિ.ના નાયબ કુલસચિવ સામે જ ગુનો નોંધી પારુલ યુનિ.ના વગદાર સંચાલકોને બચાવી લેતા બળાત્કાર પિડિતા અને તેના પરિવારજનોમાં જિલ્લા પોલીસની કામગીરી સામે ભારે નારાજગી ફેલાઈ છે.
શહેરમાં રહેતી ૩૧ વર્ષીય દિવ્યા (નામ બદલ્યુ છે) ગત ૨૦૧૯થી વાઘોડિયા તાલુકાના લીમડા ખાતે આવેલી પારુલ યુનિ.માં પીએચડી સ્ટુડન્ટ તરીકે અભ્યાસ કરે છે. તે પારુલ યુનિ.ના તત્કાલીન પ્રોફેસર અને હાલમાં આસામની યુનિ.માં ફરજ બજાવતા નવજ્યોત શાંતિલાલ ત્રિવેદી (રજમંદિર સિનેમાપાસે, પાલનપુર હાઈવે, ડીસા)ના માર્ગદર્શન હેઠળ પીએચડી કરતી હતી તે સમયે નવજ્યોત ત્રિવેદીએ વાઘોડિયા તેમજ અન્ય સ્થળોએ સ્ટડીટુર દરમિયાન દિવ્યા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ બળાત્કારની ફરિયાદ માટે દિવ્યાએ વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદની તજવીજ શરૂ કરતા પારુલ યુનિ.ના નાયબ કુલસચિવ ડો.અજીત ગંગવાણેએ પારુલ યુનિ.ફરીથી બળાત્કારના બનાવમાં બદનામ થવાના ડરે હાથ ખંખેરવા પારુલ યુનિ.ના લેટરપેડ પર સોશ્યલ મિડિયા મારફત નવજ્યોત અને દિવ્યાના નામજાેગ અખબારી યાદી પ્રસિદ્ધ કરી હતી. જાેકે સુપ્રિમકોર્ટના આદેશ મુજબ બળાત્કાર પિડિતાની ઓળખ ગુપ્ત રાખવાની હોવા છતાં પારુલ યુનિ.ના સંચાલકોએ દિવ્યાની ઓળખ છતી કરી દઈ તેની પર માનસિક બળાત્કાર ગુજાર્યો હતો.
પારુલ યુનિ.ના સંચાલકો વિરુધ્ધ શારીરિક માનસિક ત્રાસ, ધાકધમકી અને બદનામ કરવા બદલ ગુનો નોંધવા માટે બળાત્કાર પિડિતાએ અરજી કરી હતી પરંતું જિલ્લા પોલીસ આ અરજી બાદ કોઈ કાર્યવાહી કરતી ન હોઈ પિડિતાએ સર્વોચ્ચ અદાલતમાં દાદ માગી હતી અને સર્વોચ્ચ અદાલતની ટકોર બાદ આ અરજીની ડીવાયએસપીએ તપાસ કરી હતી. જાેકે પારુલ યુનિ.ના વગદાર સંચાલકો સામે જિલ્લા પોલીસ કાર્યવાહી નહી કરે પરંતું કર્મચારી સામે ગુનો નોંધી તેવી અગાઉથી જ શંકા સેવાતી હતી અને તે મુજબ વાઘોડિયા પોલીસે બળાત્કાર પિડિતાની ફરિયાદ મુજબ ઈપીકો ૨૨૮-અ(૧) મુજબ પારુલ યુનિ.ના નાયબ કુલસચિવ ડો.અજીત ગંગવાણે વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો. જાેકે પિડિતાએ આ કેસમાં પારુલ યુનિ.ના પ્રમુખ-ટ્રસ્ટી ડો.દેવાંશુ પટેલ સહિત અન્ય સંચાલકો સામે ફરિયાદ નોંધવા અરજી કરી હતી પરંતું જિલ્લા પોલીસે વગદાર સંચાલકોને બચાવવા માટે માત્ર નાયબ કુલસચિવ સામે જ ગુનો નોંધતા પિડિતાના પરિવારજનોમાં ભારે નારાજગી ફેલાઈ છે અને આ અંગે તેઓએ આગામી દિવસોમાં હાઈકોર્ટના દ્વારા ખખડાવવાની તજવીજ શરૂ કરી છે.
હું સામાજિક બહિષ્કારનો ભોગ બની છું
બળાત્કાર પિડિતાએ પારુલ યુનિ.ના નાયબ કુલસચિવ ડો.અજીત ગંગવાણે સામે વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં પોતાની વ્યથા રજુ કરતા જણાવ્યું હતું કે ડો.અજીત ગંગવાણેએ સુપ્રિમકોર્ટના આદેશનો ભંગ કરી મારી માનહાનિ અને બદનામી થાય તે રીતે લખાણ પ્રસિધ્ધ કરતા મારા સંબંધીઓ, સમાજ, મિત્રો અને પરિચિત સંસ્થાઓમાં મારી ખુબ જ બદનામી થઈ છે. હું સમાજમાં બિનજરુરી હાંસીને પાત્ર બની છું તેમજ સામાજિક બહિષ્કારનો ભોગ બનું છે. એટલું જ નહિ મારા નૈતિકતા અને ચારિત્ર્ય સામે પણ પ્રશ્નો ઉઠ્યા છે. હું પ્રતિકુળ ભેદભાવનો ભોગ બની છું અને મારે સમાજમાં સામાન્ય નાગરિક તરીકે જીવવું મુશ્કેલ બન્યું છે.
નાયબ કુલસચિવે સંચાલકોની સૂચના મુજબ કામગીરી કરી છે
વાઘોડિયા પોલીસે બળાત્કાર પિડિતાને બદનામ કરવા બદલ પારુલ યુનિ.ના નાયબ કુલસચિવ વિરુધ્ધ ગુનો નોંધતા બળાત્કાર પિડિતાના વકીલ જાણીતા ધારાશાસ્ત્રી હર્ષદ પરમારે આ બાબતે ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નાયબ કુલસચિવ ડો.અજીત ગંગવાણે પારુલ યુનિ.ના પગારદાર કર્મચારી છે અને તે પારુલ યુનિ.ના સંચાલકોની સુચના મુજબ કામગીરી કરે છે. તેમને પારુલ યુનિ.ના સંચાલકોએ સુચના આપી હોય તો જ તે પારુલ યુનિ.ના લેટરપેડ પર આ રીતે અખબારી યાદી જાહેર કરે તેમાં બેમત નથી. જે અખબારી યાદી જાહેર કરી હતી તે પારુલ યુનિ.ના સંચાલકોની સુચના મુજબ કરી છે માટે પારુલ યુનિ.ના સંચાલકો પણ આ ગુનામાં જવાબદાર છે છતાં જિલ્લા પોલીસે તેઓને છાવરી લીધા છે.
ડો.અજિત ગંગવાણેને શનિવારે ૧૦ વાગે હાજર થવા નોટિસ
પારુલ યુનિ.ના નાયબ કુલસચિવ ડો.અજીત ગંગવાણે વિરુધ્ધ વાઘોડિયા પોલીસે ગુનો નોંધ્યો છે. જાેકે પોલીસ પાસે તેમનું રહેણાંક મકાનનું સરનામુ નથી માટે પોલીસે હાલમાં ફરિયાદમાં તેમનું સરનામુ પારુલ યનિ. દર્શાવ્યું છે. તેમની ધરપકડ કરવાની હોઈ વાઘોડિયા પોલીસે તેમના વિરુધ્ધ સીઆરપીસી ૪૧ મુજબ નોટીસ કાઢી તેમને શનિવારે ૧૦ વાગે વાઘોડિયા પોલીસ મથકમાં હાજર રહેવા સુચના આપી છે.
ડો.અજિત ગંગવાણેને શનિવારે ૧૦ વાગે હાજર થવા નોટિસ
પારુલ યુનિ.ના નાયબ કુલસચિવ ડો.અજીત ગંગવાણે વિરુધ્ધ વાઘોડિયા પોલીસે ગુનો નોંધ્યો છે. જાેકે પોલીસ પાસે તેમનું રહેણાંક મકાનનું સરનામુ નથી માટે પોલીસે હાલમાં ફરિયાદમાં તેમનું સરનામુ પારુલ યનિ. દર્શાવ્યું છે. તેમની ધરપકડ કરવાની હોઈ વાઘોડિયા પોલીસે તેમના વિરુધ્ધ સીઆરપીસી ૪૧ મુજબ નોટીસ કાઢી તેમને શનિવારે ૧૦ વાગે વાઘોડિયા પોલીસ મથકમાં હાજર રહેવા સુચના આપી છે.
ડીએસપીએ કયા કારણોસર પીએમઓમાં ખોટો રિપોર્ટ કર્યો ?
આ સમગ્ર પ્રકરણમાં જિલ્લા પોલીસ વડાની કામગીરી પણ શંકાના ઘેરામાં આવી છે. બળાત્કાર પિડિતાના વકીલ હર્ષદ પરમારે જણાવ્યું હતું કે જિલ્લા પોલીસના ડીવાયએસપી કલ્પેશ સોલંકીએ પિડિતાને બદનામ કરવાનો ગુનો તો બને જ છે તેવો સ્પષ્ટ રિપોર્ટ કરવા છતાં ડીએસપીએ પીએમઓ અને અન્ય સંબંધિત ખાતામાં આ બનાવમાં ગુનો બનતો નથી તેવો રિપોર્ટ કરી સરકારી ખાતાઓને પણ ગેરમાર્ગે દોર્યા છે. તેમણે કયા કારણોસર આવી કાર્યવાહી કરી અને તેનાથી તેમને શું લાભ થયો છે ? તેની વિગતો મેળવવા માટે તેમની વિરુધ્ધ ખાતાકિય તપાસ થાય તેની માટે પણ અમે હાઈકોર્ટમાં દાદ માંગવાના છે.