દેશનાં જળાશયોમાં માત્ર ૨૧ ટકા જ પાણી બચ્યું

નવી દિલ્હી: દેશમાં આકરી ગરમીએ લોકોને પરસેવો પાડી દીધો છે તો પાણીના સ્ત્રોત પણ સુકાઈ ગયા છે. સેન્ટ્રલ વોટર કમિશનના તાજેતરના રિપોર્ટમાં આવા કેટલાક આંકડા સામે આવ્યા છે, જે દરેકની ચિંતા વધારી શકે છે. વોટર કમિશનના રિપોર્ટ અનુસાર દેશના ૧૫૦ મુખ્ય જળાશયોમાં પાણી ઘટીને માત્ર ૨૧ ટકા થયું છે. હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્‌સ અને પાણી પુરવઠા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતા, આ જળાશયોની સંયુક્ત સંગ્રહ ક્ષમતા ૧૭૮.૭૮૪ બિલિયન ક્યુબિક મીટર (બીસીએમ) છે, જે ગુરુવાર સુધીમાં દેશની કુલ જળ સંગ્રહ ક્ષમતાના ૬૯.૩૫ ટકા જેટલી છે જળાશયો ૩૭.૬૬૨ મ્ઝ્રસ્ હતા જે તેમની કુલ ક્ષમતાના ૨૧ ટકા છે. એકંદરે, ૧૫૦ જળાશયોમાં ઉપલબ્ધ જીવંત સંગ્રહ ૨૫૭.૮૧૨ મ્ઝ્રસ્ની અંદાજિત કુલ ક્ષમતા સામે ૫૪.૩૧૦ મ્ઝ્રસ્ છે. આ આંકડો ગયા વર્ષના આંકડા કરતાં ઓછો છે. સેન્ટ્રલ વોટર કમિશનના અહેવાલમાં જણાવાયું છે કે જળાશયોમાં વર્તમાન સંગ્રહ છેલ્લા દસ વર્ષના સરેરાશ સંગ્રહ કરતાં ઓછો છે. પ્રથમ બે સપ્તાહમાં જળાશયોમાં કુલ સંગ્રહ ૨૨ ટકા જેટલો હતો, જ્યારે તેના એક સપ્તાહ પહેલા તે ૨૩ ટકા હતો.

• ઉત્તર અને પૂર્વ ભારતમાં કાળઝાળ ગરમીના કારણે દિલ્હી સહિત દેશના ઘણા વિસ્તારોમાં જળ સંકટ જાેવા મળી રહ્યું છે. જળાશયોમાં જળસંગ્રહ પર નજર કરીએ તો દક્ષિણ ભારતના રાજ્યો પર તેની ઊંડી અસર પડી છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં હાજર ૪૨ જળાશયોની કુલ ક્ષમતા ૫૩.૩૩૪ મ્ઝ્રસ્ છે. સેન્ટ્રલ વોટર કમિશનના અહેવાલ મુજબ, આ જળાશયોમાં ઉપલબ્ધ સંગ્રહ હવે ૮.૫૦૮ મ્ઝ્રસ્ છે. જે ગયા વર્ષની સરખામણીમાં ૨૧ ટકા ઓછું છે.

• હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાનમાં હાજર કુલ ૧૦ જળાશયોની કુલ જળ સંગ્રહ ક્ષમતા ૧૯.૬૬૩ મ્ઝ્રસ્ છે. સેન્ટ્રલ વોટર કમિશનના અહેવાલ મુજબ આ જળાશયોમાં વર્તમાન જળ સંગ્રહ ૫.૪૮૮ મ્ઝ્રસ્ છે. જે ગયા વર્ષની સરખામણીમાં ૩૯ ટકા ઓછું છે.

• એ જ રીતે, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં હાજર ૨૬ જળાશયોની કુલ જળ સંગ્રહ ક્ષમતા ૪૮.૨૨૭ મ્ઝ્રસ્ છે. વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો આ ૨૬ જળાશયોમાં ૧૨.૧૮૫ મ્ઝ્રસ્ પાણીનો સંગ્રહ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution