ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ



ભારત વિશ્વના સૌથી મોટા અર્થતંત્રોમાંનું એક છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં કાર્ડ પેમેન્ટનું ચલણ વધી રહ્યું છે. હાલના સમયમાં કાર્ડ દ્વારા ઘણી પ્રકારની લેવડ-દેવડમાં કેશલેસ મોડમાં કરી શકાય છે. જ્યારે નવું કાર્ડ પસંદ કરવાની વાત આવે છે, ત્યારે ઘણાં લોકો ઇેઁટ્ઠઅ અને ફૈજટ્ઠ કાર્ડ વચ્ચે મુંઝવણમાં આવી જાય છે. પરંતુ શું તમે ક્યારેય આ બે કાર્ડ વચ્ચેના ફર્કને સમજવાની કોશિશ કરી કરી છે?ઇેઁટ્ઠઅ કાર્ડ ભારતમાં વ્યાપકપણે સ્વીકારવામાં આવે છે, પરંતુ તમે તેનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય વેબસાઇટ્‌સ પરથી કોઈ ચૂકવણી કરી શકતા નથી. જ્યારે વિઝા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપકપણે સ્વીકાર કરવામાં આવે છે. તમે વિશ્વના લગભગ દરેક દેશમાં ચુકવણી કરવા માટે વિઝા કાર્ડનો ઉપયોગ કરી શકો છો.

ઇેઁટ્ઠઅ કાર્ડ્‌સમાં અન્ય કાર્ડ નેટવર્કની તુલનાએ પ્રમાણમાં ઓછી ટ્રાન્ઝેક્શન ફી હોય છે, કારણ કે આ કાર્ડ દ્વારા કરવામાં આવેલા દરેક વ્યવહાર ભારતની અંદર જ પ્રોસેસ કરવામાં આવે છે. જ્યારે વિઝા એક આંતરરાષ્ટ્રીય ચુકવણી નેટવર્ક છે. જેથી લેવડ-દેવડની દરેક પ્રક્રિયા દેશની બહાર થાય છે. તેથી, ઇેઁટ્ઠઅ ની સરખામણીમાં તેની પ્રોસેસિંગ ફી પ્રમાણમાં વધારે હોય છે.ઇેઁટ્ઠઅ કાર્ડની ટ્રાન્ઝેક્શન સ્પીડ વિઝા અને અન્ય પેમેન્ટ નેટવર્ક કરતાં ઝડપી છે. વિઝા કાર્ડમાં ટ્રાન્ઝેક્શનની ઝડપ ઇેઁટ્ઠઅ કરતાં પ્રમાણમાં ધીમી છે.ઇેઁટ્ઠઅ કાર્ડનું પ્રાયમેરી ટારગેટ ખાસ કરીને ગ્રામીણ ભારત છે. જ્યારે ભારતમાં વિઝા કાર્ડ મોટા શહેરોમાં વધુ પ્રચલિત છે.

ઇેઁટ્ઠઅ કાર્ડ અને વિઝા કાર્ડ વચ્ચે કયું કાર્ડ વધુ સારું છે, તે સવાલનો જવાબ તમારા ઉપયોગ અને જરૂરિયાતો પર આધારિત રાખે છે. જાે તમે દેશની અંદર જ ટ્રાન્ઝેક્શન કરતાં હોવ તો ઇેઁટ્ઠઅ કાર્ડ શ્રેષ્ઠ વિકલ્પ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution