૭ જ દિવસમાં ઓનલાઇન ટ્રેડિંગની મંજૂરી મળી જશે, સ્ટોક બ્રોકર્સ માટે sebi a નિયમો સરળ બનાવ્યા


નવીદિલ્હી,તા.૩૧ 

સિક્યોરીટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (જીઈમ્ૈં) શેર માર્કેટ સાથે જાેડાયેલા ઘણા નિયમો લાવતું રહે છે જેથી રોકાણકારોને કોઈ નુકસાન કે પરેશાની ન થાય. સેબીએ હવે ટ્રેડિંગ સાથે જાેડાયેલો એક નિયમ સરળ કરી દીધો છે. આનાથી શેર બ્રોકરને ફાયદો થશે.

આજથી ઇન્ટરનેટ બેસ્ડ ટ્રેડિંગ માટે નવા નિયમો લાગૂ થઈ ગયા છે. આ નિયમ પછી ટ્રેડિંગ કરવું સરળ થઈ જશે. નવા નિયમ અનુસાર, હવે સ્ટોક એક્સચેન્જ ૭ દિવસની અંદર જ શેર બ્રોકરને ઇન્ટરનેટ બેસ્ડ ટ્રેડિંગ માટે મંજૂરી આપી દેશે. પહેલા આ સમયમર્યાદા ૩૦ દિવસ હતી.

શેર બ્રોકર સરળતાથી ટ્રેડિંગ કરી શકે એ માટે જીઈમ્ૈંએ આ ર્નિણય લીધો છે. ઇન્ટરનેટ બેસ્ડ ટ્રેડિંગ માટેના નિયમ અંતર્ગત હવે બ્રોકરે ઇન્ટરનેટ બેસ્ડ ટ્રેડિંગ નિયમ સર્વિસનો ઉપયોગ કરીને સ્ટોક એક્સચેન્જ માટે મંજૂરી લેવી પડશે. મંજૂરી માટે બ્રોકરે અરજી કરવી પડશે.

સેબીએ ઇન્ટરનેટ બેસ્ડ ટ્રેડિંગ નિયમ માટે સર્ક્‌યુલર જારી કર્યું છે. સર્ક્‌યુલર અનુસાર, સ્ટોક એક્સચેન્જે ૩૦ દિવસની અંદર બ્રોકરને પોતાનો ર્નિણય જણાવવો જરૂરી હતો, પરંતુ હવે તેને ૭ દિવસની અંદર જ બ્રોકરને પોતાનો ર્નિણય જણાવવાનો રહેશે. ઈન્ટરનેટ પર ટ્રેડિંગ ‘ઓર્ડર રૂટિંગ સિસ્ટમ’ દ્વારા કરી શકાય છે. કોઇપણ વ્યક્તિ દેશના કોઈ પણ ખૂણે બેસીને બ્રોકરની ઇન્ટરનેટ ટ્રેડિંગ સિસ્ટમ દ્વારા ઈન્ટરનેટનો ઉપયોગ કરીને ટ્રેડિંગ કરી શકે છે.

આ સિવાય સેબીએ સ્ટોક એક્સચેન્જ દ્વારા પ્રકાશિત થતા પહેલા સ્ટોક બ્રોકરો દ્વારા ઇન્ટરનેટ બેસ્ડ ટ્રેડિંગ આંકડાઓની પિરીયોડીક પુષ્ટિ કરવાની જરૂરિયાતને ખતમ કરી દીધી છે. હવે સ્ટોક એક્સચેન્જ બ્રોકર દ્વારા આપવામાં આવેલા ઇન્ટરનેટ બેસ્ડ ટ્રેડિંગ ટર્મિનલોની ડિટેલનાં આધાર પર ઇન્ટરનેટ બેસ્ડ ટ્રેડિંગના આંકડા પ્રકાશિત કરશે.

જીઈમ્ૈં ના સ્ટોક બ્રોકરોનાં ઉદ્યોગ માનક ફોર્મ દ્વારા ઇન્ટરનેટ બેસ્ડ ટ્રેડિંગ સાથે સંબંધિત અરજી મળ્યા બાદ આ ર્નિણય લેવામાં આવ્યો છે. સેબીએ કહ્યું કે નવા નિયમો તાત્કાલિક અસરથી લાગૂ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution