કેનેડાના વડાપ્રધાન અને અન્ય નેતાઓને ઓનલાઈન ધમકીઃ બે લોકોની ધરપકડ

નવી દિલ્હી:  ભારત પ્રત્યે કેનેડા દ્વારા બેવડા ધોરણો અપનાવાતા વિદેશમંત્રાલયે તેની ઝાટકણી કાઢી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્‌્રુડો અને અન્ય નેતાઓને ઓનલાઈન ધમકી આપવા બદલ કેનેડાએ બે લોકો પર આરોપ લગાવતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે અમે આ અહેવાલો જાેયા છે. જ્યારે કોઈ લોકશાહી કાયદાના શાસન અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને માપવા માટે વિવિધ માપદંડ અપનાવે છે ત્યારે તે પોતાના જ બેવડા ધોરણોને છતા કરે છે. વડાપ્રધાન જસ્ટિન ટ્‌્રુડો સામે ઓનલાઈન ધમકીઓ બદલ બે લોકોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવ્યા બાદ ભારતે કેનેડા પર તેના બેવડા ધોરણોનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ભારતીય રાજદ્વારીઓને નિશાન બનાવનાર ખાલિસ્તાની તત્વો સામે કાર્યવાહી કરવામાં કેનેડા ખચકાય છે. કેનેડા દ્વારા વડાપ્રધાન જસ્ટિન ટ્‌્રુડો અને અન્ય નેતાઓને ઓનલાઈન ધમકી આપવા બદલ બે લોકો પર આરોપ લગાવવાના અહેવાલો પર, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે જ્યારે લોકશાહી કાયદાના શાસન અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને માપવા માટે વિવિધ ધોરણો અપનાવે છે, ત્યારે તે તેના બેવડા ધોરણોને જ ઉઘાડા પડી જાય છે. અમે અપેક્ષા રાખીએ કે કેનેડા ભારત વિરોધી તત્વો સામે પગલાં લેશે જેમણે વારંવાર ભારતીય નેતાઓ, સંસ્થાઓ, એરલાઇન્સ અને રાજદ્વારીઓને હિંસાની ધમકી આપવાનો પ્રયાસ કર્યાે છે. ટ્‌્રુડો અને અન્ય કેનેડિયન નેતાને ઓનલાઈન ધમકીઓ આપવા બદલ આલ્બર્ટાના બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. ૬ જૂનના રોજ, એક ૨૩ વર્ષીય વ્યક્તિની ટિ્‌વટર પર એક ઓનલાઈન પોસ્ટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી .

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution