રાજ્યમાં ડુંગળીનો ઉંચો ભાવ બીલીમોરા, નડિયાદ અને સુરતમાં રૂા.૪૦૦
ગુજરાતની ૧૯ માર્કેટ યાર્ડમાં ૧૦,૧૮૫.૯૫ ટન ડુંગળીની આવક થઇ
આજે ગુજરાતની ૧૯ માર્કેટ યાર્ડમાં ૧૦,૧૮૫.૯૫ ટન ડુંગળીની આવક થઇ હતી. રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ બીલીમોરા માર્કેટ યાર્ડમાં રૂા. ૪૦૦ બોલાયો હતો. જ્યારે વડોદરામાં નીચો ભાવ રૂા. ૧૬૦ અને ઉંચો ભાવ રૂા. ૨૬૦ પ્રતિમણ બોલાયો હતો. જ્યારે રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ રૂા. ૩૦૦ અને નીચો ભાવ રૂા. ૮૫ સુધી બોલાયો હતો. આ સિવાય નડિયાદમાં રૂા. ૪૪૦, આણંદમાં રૂા. ૪૦૦, અમદાવાદમાં રૂા. ૩૬૦, દાહોદમાં રૂા. ૩૪૦, અંકલેશ્વરમાં રૂા. ૩૩૦ અને ગોંડલમાં રૂા. ૨૬૧ ઉંચો ભાવ રહ્યો હતો. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાંથી મળતી વિગતો અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ ૧૦,૧૮૫.૯૫ ટન ડુંગળીની આવક થઇ છે.
કયા જિલ્લામાં ડુંગળીની કેટલી આવક થઇ?
જિલ્લો આવક(ટનમાં)
ભાવનગર ૮૨૬૨.૫
અમદાવાદ ૭૯૦.૮
રાજકોટ ૪૨૫
સુરત ૩૭૦
ભરૂચ ૧૩૦.૧
દાહોદ ૫૨.૩
મહેસાણા ૪૬.૯
આણંદ ૩૭
ખેડા ૨૮
પોરબંદર ૨૫.૮
વડોદરા ૯.૪
નવસારી ૩.૬
સુરેન્દ્રનગર ૩
જૂનાગઢ ૧.૫૫
કુલ આવક ૧૦,૧૮૫.૯૫
રાજ્યભરમાં ડુંગળીનો ભાવ
માર્કેટ યાડ નીચો ભાવ ઉંચો ભાવ
બીલીમોરા ૩૦૦ ૪૪૦
નડિયાદ ૩૬૦ ૪૪૦
સુરત ૧૦૦ ૪૪૦
આણંદ ૨૦૦ ૪૦૦
પાદરા ૩૦૦ ૪૦૦
અમદાવાદ ૨૦૦ ૩૬૦
કપડવંજ ૧૬૦ ૩૬૦
દાહોદ ૪૦ ૩૪૦
મહેસાણા ૧૦૦ ૩૪૦
અંકલેશ્વર ૨૨૦ ૩૩૦
જેતપુર ૯૧ ૩૨૬
ભરૂચ ૧૨૦ ૩૦૦
પોરબંદર ૨૦૦ ૩૦૦
રાજકોટ ૮૫ ૩૦૦
વઢવાણ ૨૦૦ ૩૦૦
મહુવા ૧૨૦ ૨૭૧
ગોંડલ ૯૬ ૨૬૧
ભાવનગર ૧૪૦ ૨૫૭
વિસાવદર ૬૫ ૧૪૧