અંબાણી પરિવારની એક વર્ષની કમાણી જાણીને હોંશ ઉડી જશે


તમને જણાવી દઈએ અંબાણી પરિવાર કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ અનંત અંબાણાની ભવ્ય લગ્નને લઈને અંબાણી ફેમિલી ફરી ચર્ચામાં આવી હતી. જે બાદ દરેકના મનમાં તેમની આવકને લઈને સવાનો ઉઠી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી, મુકેશ અંબાણી ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. મુકેશ અંબાણી અને તેમના પરિવારના ઘણા સભ્યો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ૫૦.૩૩ ટકા શેરધારકો છે. તેની આવકનો મોટો હિસ્સો રિલાયન્સમાંથી આવે છે. આ જ કારણ છે કે અંબાણી પરિવારને એશિયાનો સૌથી ધનિક પરિવાર પણ માનવામાં આવે છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, તેમની કુલ સંપત્તિ ૧૧૩.૫ બિલિયન ડોલર છે. અંબાણી પરિવારે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડિવિડન્ડમાંથી ૩,૩૨૨.૭ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

મુકેશ અંબાણી છેલ્લા ૪ વર્ષથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી કોઈ પગાર નથી લઈ રહ્યા. તેમણે આ ર્નિણય કોવિડ રોગચાળા દરમિયાન લીધો હતો. જાે કે, તેઓ મુસાફરી, હોટેલ, કાર, સંદેશાવ્યવહાર અને ભોજન સહિતના વિવિધ ખર્ચ માટે કંપની પાસેથી પૈસા મેળવે છે. તેની પત્ની અને સપોર્ટ સ્ટાફ પણ આમાં સામેલ છે. કંપની તેની બિઝનેસ ટ્રીપનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવે છે. આ સિવાય મુકેશ અંબાણી અને તેમના પરિવારની સુરક્ષાનો સંપૂર્ણ ખર્ચ કંપની પોતે જ ઉઠાવે છે.

મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન અને એમડી છે. આ ઉપરાંત, તે ઓગસ્ટ ૨૦૨૩ સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ હતી. તેમને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે સિટિંગ ફી તરીકે ૨ લાખ રૂપિયા અને કમિશન તરીકે ૯૭ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

મુકેશ અને નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન છે. પુત્રી ઈશા અંબાણી રિલાયન્સ રિટેલની એમડી છે. આ સિવાય તે ત્ર્નૈ ઈન્ફોકોમના બોર્ડમાં પણ છે. અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી ત્ર્નૈ પ્લેટફોર્મ, રિલાયન્સ રિટેલ, રિલાયન્સ ન્યૂ એનર્જી અને રિલાયન્સ ન્યૂ સોલર એનર્જીના ડિરેક્ટર છે. આ માટે તેઓ બધા પગાર લે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution