ચૂંટણી પહેલા દીદીને વધુ એક ઝટકો, વનમંત્રીએ આપ્યું રાજીનામું

કોલકત્તા-

ચૂંટણી પંચ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખ કોઈપણ સમયે જાહેર કરી શકે છે. જેમ જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે, તૃણમૂલ કોંગ્રેસના રાજીનામાની ગતિ પણ વધી રહી છે. મમતા સરકારના વન રાજ્યમંત્રી રાજીવ બેનર્જીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીવ બેનર્જીએ તેમના રાજીનામાના પત્રમાં લખ્યું છે કે પશ્ચિમ બંગાળના લોકોની સેવા કરવી તેમના માટે ગૌરવપૂર્ણ અનુભવ હતો. તેમણે આ માટે તમામ લોકોનો આભાર પણ માન્યો. આ અગાઉ શુભેન્દુ અધિકારીએ પણ તૃણમૂલથી રાજીનામું આપી દીધું છે. લક્ષ્મી રત્ન શુક્લાએ તેમનો મંત્રી પદ પણ છોડી દીધો છે.

બુધવારે ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયની ઉપસ્થિતિમાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય અરિંદમ ભટ્ટાચાર્ય ભગવા પક્ષમાં જોડાયા હતા. ભટ્ટાચાર્ય પશ્ચિમ બંગાળના નાડિયા જિલ્લામાં શાંતિપુર મત વિસ્તારના ધારાસભ્ય છે. ભાજપમાં જોડાતા ભટ્ટાચાર્યએ આરોપ લગાવ્યો કે તૃણમૂલ કોંગ્રેસમાં તેમને સ્વતંત્ર રીતે કામ કરવાની મંજૂરી નથી અને મમતા બેનર્જીની આગેવાનીવાળી પાર્ટીમાં "પશ્ચિમ બંગાળ અને રાજ્યના યુવાનો માટે કોઈ દ્રષ્ટિ નથી". એક દિવસ અગાઉ, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ કહ્યું હતું કે, જે લોકો ભાજપમાં જોડાવા માંગે છે તે જઇ શકે છે, પરંતુ તેમનો પક્ષ ભગવો પક્ષ સામે નહીં નમે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution