નવી દિલ્હી-
આ મહિને ભારતને બીજા ૧૭ રાફેલ વિમાનો મળવા જઈ રહ્યા છે અને તેનાથી ભારતીય વાયુસેનાની તાકાત ખાસી હદે વધી જશે. સૂત્રોનુ કહેવુ છે કે, વાયુ સેના પશ્ચિમ બંગાળના હાશિમારા ખાતે આવેલા એર બેઝ પર રાફેલ વિમાનોની બીજી સ્કવો્ડ્રનને તૈનાત કરવા માટે તૈયારીઓ કરી રહી છે.એપ્રિલ મહિનાના મધ્ય સુધીમાં બીજી સ્કવોડ્રન તૈયાર થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, હાશિમારા એરબેઝ ચીન, ભારત અને ભુટાનના ટ્રાયજંક્શનથી બહુ નજીક છે ત્યારે દેખીતુ છે કે,ચીન ભવિષ્યમાં કોઈ અટકચાળુ કરે તો તેને પહોંચી વળવા માટે રાફેલની સ્કવોડ્રન હાશિમારા એરબેઝ ખાતે કરવામાં આવી રહી છે.
રાફેલની એક સ્કવોડ્રન અંબાલા એરફોર્સ બેઝ પર તૈનાત છે.રાફેલ વિમાનોની પહેલી ખેપ ગયા વર્ષે ૨૯ જુલાઈએ ભારત આવી હતી.ત્યારે પાંચ જેટ ભારતને ણળ્યા હતા અને અત્યાર સુધીમાં ૧૧ રાફેલનુ ભારતમાં આગમન થઈ ચુક્યુ છે .આગામી વર્ષના એપ્રિલ મહિના સુધીમાં તમામ ૩૬ રાફેલ વિમાન ભારત આવી જશે.