વડોદરા-હાલોલ રોડ પર ભણિયારા ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે એકનું મોત

વાઘોડિયા, તા.૧૦ 

વાઘોડિયાના જરોદ પાસે ગઈકાલે ત્રિપલ અકસ્માતમાં મોતની ભેટનાર સુરેશભાઈ પરમારના મિત્ર દશરથ ભાઈ ભુરાભાઈ પણ ઈકો ગાડીમાં બેઠા હતા. ટાટાટેમ્પાની ટક્કરે ઈકોગાડીનો કચ્ચરઘાણ નીકળી જતાં તેમાં દશરથભાઈ ભુરા ભાઈ ને પણ માથા તેમજ હાથ-પગે ગંભીર ઇજાઓ થતાં રાતોરાત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં આજે તેઓ નું ઓપરેશન હોય તેમના કાકા મનોજ સિંહ મારૂતસિંહ ચૌહાણ રહેવાસી ગામ-લોટના, તા. સાવલી, જી. વડોદરાનાઓ ઘાયલ ભત્રીજાની સાથે દિવસભર રોકાયા બાદ ઓપરેશન થઈજતા રાત્રિના નવ વાગ્યા ની આસપાસ ઘરે પરત ફરી રહ્યા હતા.

ભણીયારા પેટ્રોલ પંપ પાસે બાઈક રોડની સાઇડ પર સ્ટેન્ડે ગોઠવી પાણીનો બોટલ લઈ કુદરતી હાજતે જવા રોડ ક્રોસ કરતા હતા. અજાણ્યા વાહનચાલકે પુરપાટ ઝડપે આવી તેઓને અડફેટે લેતા વાહનની ટક્કરે તેઓ હવામા ઊંચે સુઘી ફંગોળાઈ રોડપર પટકાયા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે મનોજસિંહ ના હાથ પગ છૂટા પડી ગયા હતા માથું ફૂટી ગયું હતું લોહીથી રોડ ખરડાઈ ગયો હતો. અકસ્માત માં ગંભીર ઈજાઓને કારણે મનોજસિંહ ઘટના સ્થળેજ મોતને ભેટયા હતા. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન હંકારી ફરાર થઈ ગયો હતો. અકસ્માતના પગલે લોકટોળા ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. ઘટનાની જાણ જરોદ પોલીસને કરતાં તેઓ ઘટના સ્થળે આવી પહોંચી

મૃતકના ખિસ્સા તપાસતા તેમાંથી તેનો આધાર કાર્ડ મળી આવતા પોલીસે લોટનાનુ સરનામુ જોતા, આ ઘટના અંગે જાણકારી આપવા તેવોના પરિવારને જાણ કરી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution