દાહોદ
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના જાલત ગામે અવંતિકા હોટેલની સામે નેશનલ હાઈવે રોડ પર ચાલકની ગફલતને કારણે યમદૂત બની પુરપાટ દોડી આવતી ફોરવીલ ગાડીએ રોડની સાઈડમાં એક બાઇકની પાસે ઉભેલા મધ્યપ્રદેશના કુંદનપુર ગામના ચાર શ્રમિકોને અડફેટમાં લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચારે શ્રમિકોને ગંભીર ઇજાઓ થતાં તે પૈકીનો એક શ્રમિક સ્થળ પર જ કાળનો કોળિયો બન્યો હોવાનું તેમજ બાકીના ત્રણેય ઇજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર તાલુકાના કુંદનપુર ગામ ના ન ને સ ભાઈ ડોડીયા ર સુરેશભાઈ દીતાભાઈ ડોડીયાર વિજયભાઈ દલુભાઈ ભુરીયા તથા ભારતભાઈ મજીયાભાઈ મેડા એમ ચારે શ્રમિકો ગતરોજ મોડી સાંજના સાડા છ વાગ્યાના સુમારે દાહોદ તાલુકાના જાલત ગામે અવંતિકા હોટેલ ની સામે નેશનલ હાઈવે રોડ ની સાઈડ મા તેમની એમ.પી.૪૫.એમએન.૯૩૭૨ નંબરની મોટરસાયકલ પાસે ઉભા હતા.
તે વખતે યમદૂત બની પુરપાટ દોડી આવતી સફેદ કલરની જીજે. ૨૦ એએચ ૫૫૯૦ નંબરની ફોરવિલ ગાડીએ રોડની સાઈડમાં મોટરસાયકલ પાસે ઉભેલા ઉપરોક્ત ચારેય જણાને અડફેટમાં લઇ પાડી દઈ ફોર વ્હીલ ગાડીનો ચાલક પોતાના કબજાની ફોરવીલ ગાડી સ્થળ પર જ મૂકી નાસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચારેય શ્રમિકોને ગંભીર ઇજાઓ થવા પામી હતી. તે પૈકી સુરેશભાઈ દીતાભાઇ ડોડીયાર નું ગંભીર ઈજાઓના કારણે સ્થળ પરજ અરેરાટી ભર્યુ મોત નીપજ્યું હતું ત્રણેય ઈજાગ્રસ્ત શ્રમિકોને ૧૦૮ મારફતે સારવાર અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે ઘટનાની જાણ થતાં જ સ્થળ પર દોડી આવેલ કતવારા પોલીસે મૃતક સુરેશભાઈ દીતાભાઇ ડોડીયારની લાશનો કબજાે લઇ પંચો રૂબરૂ રાસનું પંચનામુ કઈ લાશને પીએમ માટે દાહોદ ની જાહેરાત હોસ્પિટલમાં મોકલી આપી હતી