એક ચૂંટણી આપણી અને એક ચૂંટણી ત્યાંની,તફાવત જમીન આસમાનનો...

લેખકઃ સુરેશ મિશ્રા


૧૯૮૯થી ૨૦૨૨ સુધી ચુંટણી પંચ વતી માધ્યમ સંકલન અધિકારી તરીકે ભારતીય ચુંટણીઓનો હિસ્સો બની રહ્યો. એ પહેલા લગભગ કિશોર અવસ્થાથી પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીની ચુંટણીઓને નજીકથી જાેઈ, કારણ કે મારા પિતાશ્રી એ વિસ્તારના રાજકીય આગેવાન અને ઘરમાં સાંસદથી લઈને ધારાસભ્યો તથા રાજકીય પદાધિકારીઓની અવર જવર.

મેં આપણા વડાપ્રધાનને ૨૦૧૪માં તત્કાલીન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.વિનોદ રાવ સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કરતાં જાેયા છે.રાજ્યના મુખ્યમંત્રી ઊભા થઈને પોતાના તાબા હેઠળના જુનિયર અધિકારી એવા ચુંટણી અધિકારીને પોતાનું ઉમેદવારી પત્ર આપે,એમની સમક્ષ સોગંદ લે અને સામે બેઠેલો અધિકારી ,પ્રધાન સેવકને ઉભા થઈને આવકારી ના શકે,બેઠો બેઠો જ એમનું ઉમેદવારી પત્ર સ્વીકારે એ ભારતીય ચુંટણીઓની તટસ્થતા અને નિષ્પક્ષતાનું એક રમણીય દ્રશ્ય ગણાય. એ દિવસે ચુંટણી અધિકારીનો હાથ ઉપર રાખવામાં આવ્યો છે કારણ કે કોઈની શેહ શરમમાં આવ્યા વગર ચુનાવ કરાવવા એ પંચે તેને સોંપેલી સર્વોચ્ય જવાબદારી છે. થોડા દિવસો પછી તેઓ વારાણસીના ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કરશે ત્યારે આ દૃશ્યનું પુનરાવર્તન થશે.એક શક્તિશાળી પ્રધાનમંત્રી કોઈ જિલ્લાના કલેકટર કે જે આમ તો એમના અધીનસ્થ કર્મયોગી છે એની સમક્ષ ઊભા રહીને ઉમેદવારી પત્ર રજૂ કરે એ ભારતીય ચુંટણીઓમાં જ શક્ય છે.


સંજાેગો એવા થયાં કે ૨૦૨૩માં મને અમેરિકાના સિએટલ શહેરમાં કિંગ કાઉન્ટીની અને કેનેડામાં ટોરોન્ટોના મેયરની( કદાચ મધ્યસત્રી હતી) ચુંટણીઓની આછેરી ઝલક જાેવા મળી. આપણી ચુંટણી સંસદની હોય કે વોર્ડના સભ્યની,ખબર જ પડી જાય કે ચુંટણી થઈ રહી છે. ત્યાંની ચુંટણીની આમ ભાગ્યે જ ખબર પડે. કિંગ કાઉન્ટીની ચુંટણીમાં, સ્થાનિક પ્રશાસનની કચેરી બહાર આમ રસ્તા પર મોટી મતપેટી - બેલેટ ડ્રોપ બોક્ષ મૂકેલું હતું. એ જગ્યા પાસે મતપેટીમાં મત નાખવા આવતા મતદારો માટે ફક્ત ૫ મિનિટની પાર્કિંગ સુવિધા હતી.બહારના દેશોમાં પાર્કિંગના નિયમો ખૂબ કડક છે. પાર્કિંગ માટે ડોલર ચૂકવવા પડે અને બિનઅધિકૃત પાર્ક કરેલું વાહન ઘડીના છટ્‌ઠા ભાગમાં ટો થઈ જાય અને ભારે મોટો દંડ ભરવો પડે અને નફામાં નેગેટિવ રીમાર્ક મળે. મતદારો મત આપ્યો હોય એ મતપત્રક બંધ કવરમાં લઈને આવે, ગાડી ઉભી રાખે,કાઉન્ટીનો કર્મચારી એમનું સ્વાગત અભિવાદન કરે,પેટીમાં કવર નાંખે અને ચાલતી પકડે.ના ઉમેદવારની સ્થળ પર હાજરી,ના ટેકેદારોનો જમાવડો.ઘોંઘાટ વગરની એકદમ મૂંગી ચુંટણી. ઢોલ નગારા,ડી.જે.,વાહનો અને ટેકેદારોના કાફલા વગર ચુંટણી થાય એ માન્યામાં જ ના આવે.


કેનેડા ગયો તો ટોરોન્ટો મહાનગરના મેયરની ચૂંટણી હતી. નાના પ્લે કાર્ડ ઉમેદવારો એ રસ્તાની એક બાજુએ ટ્રાફિકને નડે નહીં એ રીતે લગાવેલા હતા.એમાં જે ઓલિવીયા ચાઉનું પ્લે કાર્ડ છે એ મેયર તરીકે નિર્વાચિત થયા. મેયરની ચુંટણીનું મતદાન ક્યારે થયું,મત ગણતરી ક્યારે થઈ કશી ખબર જ ન પડી. કદાચ ત્યાં ઉમેદવારો વચ્ચે એક મંચ પર ડિજિટલ પ્લેટફોર્મ પર અને કોઈ હોલમાં ચર્ચા અને સોશિયલ મીડિયા પ્રચારના મુખ્ય માધ્યમો હશે. ભારતીય ચુંટણીઓ એક જાહેર તહેવાર જેવી બોલકી હોય છે.વિદેશની ચુંટણીઓ મને નીરવ શાંતિવાળા બેસણાં જેવી લાગી..!! બંનેના પોતાના આગવા લાભ હશે.કદાચ આપણી ચુંટણીઓ પણ ટેકનોલોજીની અસીમ પ્રગતિ અને તેના વિપુલ વિનીયોગથી ધીમે ધીમે હોહા વગરની મુંગીમંતર થતી જાય તો નવાઈ પામવા જેવું નહિ ગણાય.


આવું પણ હોયઃ

ઉપર એક ટ્રક ના પડખા પર ખૂબ જલદ લખાણ વાંચી શકાય છે.કેનેડામાં આકસ્મિક આ ટ્રકના પડખાના લખાણ પર નજર પડી અને ફોટો ક્લિક કરી લીધો. એના લખાણનો અનુવાદ કંઇક આવો છેઃ મારા સાથી કેનેડાવાસીઓ તમારા દુશ્મનને જાણો..બાકીનું લખાણ તમે જાતે વાંચીને સમજી લો..અભિવ્યક્તિ ની આટલી બધી સ્વતંત્રતા !! સારી કે ખરાબ એનો ર્નિણય તમે જ કરી લો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution