એક દિવસ દેશનું નામ નરેન્દ્ર મોદીના નામ પર રાખવામાં આવશેઃ મમતા બેનર્જી

કોલકાત્તા-

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જેમ-જેમ નજીક આવી રહી છે રાજનેતાઓના નિવેદન વધુ ઉગ્ર બની રહ્યાં છે. મુખ્યમંત્રી અને ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જીએ કોવિડ-૧૯ રસીકરણ પ્રમાણ પત્રો પર પ્રધાનમંત્રીની તસવીરને લઈને તેમના પર કટાક્ષ કરતા કહ્યુ કે, એક દિવસ એવો આવશે જ્યારે દેશનું નામ નરેન્દ્ર મોદીના નામ પર રાખવામાં આવશે.

મહિલા દિવસ પર આયોજીત કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, મહિલાઓ સુરક્ષિત છે. પીએમ મોદીના પ્રેમાળ રાજ્ય ઉત્તરપ્રદેશમાં મહિલાઓ અસુરક્ષિત અનુભવ કરે છે.મમતા બેનર્જીએ અહેવાલોનો હવાલો આપતા કહ્યુ કે, મોદી-શાહના 'મોડલ રાજ્ય' ગુજરાતમાં છેલ્લા બે વર્ષોમાં દરરોજ બળાત્કારની ચાર ઘટનાઓ, હત્યાની બે ઘટનાઓ થઈ છે.

તેમણે કહ્યું કે, જાે સુરક્ષા ન હોત તો બંગાળમાં મહિલાઓ રાત્રે આટલી આઝાદીથી ફરી શકે નહીં. મહત્વનું છે કે પીએમ મોદીએ રવિવારે બ્રિગેડ મેદાનમાં ભાજપની રેલીને સંબોધિત કરતા કહ્યુ હતુ કે બંગાળમાં મહિલાઓ અસુરક્ષિત અનુભવે છે. સીએમ મમતાએ આ દરમિયાન, 'હરે કૃષ્ણ હરે હરે, તૃણમૂલ ઘરે ઘરે' નો નારો આપ્યો હતો. તેમણે કહ્યું કે, અમે રમીશું, અમે જીતીશું, અમે લડીશું, અમે કરીશું, અમારે ભાજપની જરૂર નથી, અમારો તોફાનો જાેતા નથી, અમે ભ્રષ્ટાચાર ઈચ્છતા નથી, અમે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઈચ્છતા નથી.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution