દિલ્હી-
ખેડૂતોનું પ્રદર્શન શુક્રવારે પણ આક્રમક રૂખ અપનાવી રહ્યું છે. સિંધુ બોર્ડર પર પોલિસ અને ખેડૂતો વચ્ચે થયેલી ઝપાઝપી બાત કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ પણ મોદી સરકારની ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોનો અવાજ દબાવવા માગી રહ્યું છે. ખેડૂતો પર પાણીનો મારો કરાઈ રહ્યો છે. તેમને રસ્તાઓ ખોદીને રોકવામાં આવી રહ્યા છે. પરંતુ સરકાર તેમને એ બતાવવા અને સમજાવવા તૈયાર નથી કે એમએસપીનો કાયદાકીય હક હોવાની વાત ક્યાં લખી છે. એક દેશ એક ચૂંટણીની ચિંતા કરનારા પ્રધાનમંત્રી એક દેશ એક વ્યવહાર પણ લાગુ કરવો જાેઈએ.
પંજાબથી આવેલા ખેડૂતોનો કાફલો હવે રાજધાની દિલ્હીની નજીક પહોંચી ગયો છે. તમામ અવરોધોને દૂર કરતાં ખેડૂતો છેવટે દિલ્હીની નજીક પહોંચી ગયા છે. એવામાં દિલ્લી પોલિસે પોતાની તૈયારીઓ વધારી દીધી છે. રાજધાનીમાં પોલિસ સ્ટેડિયમને ટેમ્પરરી જેલ બનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે. જે માટે સરકારની પરવાનગી માગી છે. દિલ્હી પોલિસે રાજ્ય સરકાર પાસે શહેરના નવ સ્ટેડિયમને અસ્થાઈ જેલમાં પરિવર્તિત કરવાની પરમિશન માંગી છે. જાે દિલ્હીમાંપ્રદર્શન વધે છે તો ખેડૂતોને આ અસ્થાયી જેલમાં લઈ જઈ શકાય છે.
જણાવી દઈએ કે પંજાબથી નીકળેલા ખેડૂતો હરિયાણાના રસ્તે દિલ્હી આવી રહ્યા છે. મોડી રાત સુધી ખેડૂતો પાનીપત સુધી પહોંચ્યા હતા. હવે દિલ્હી બોર્ડરની ખૂબ જ નજીક છે. શુક્રવારે સવારે પોલિસ અને ખેડૂતો વચ્ચે સિંધુ બોર્ડર પર થોડી ચકમક પણ ઝરી હતી. પોલિસે ખેડૂતોને પરત જવા માટે કહ્યું. પરંતુ ખેડૂતોએ પરત જવાથી ના પાડી દીધી. અને દિલ્હી રામલીલા મેદાન- જંતર મંતર પર અડી ગયા છે.
બીજી બાજુ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે સરકારે ખેડૂતોને ૩ ડિસેમ્બરે વાતચીત માટે બોલાવ્યા છે. જાે કે ખેડૂતોનું કહેવું છે કે હવે સીધા પીએમ નરેન્દ્રમોદી સાથે જ વાત કરશે. ખેડૂતોના પ્રદર્શનને કારણે બોર્ડર પર જામની સ્થિતિ છે. દરેક વાહનનું ચેકિંગ થઈ રહ્યું છે. પોલિસને ડર છે કે ખેડૂતો વાહનમાં નાના નાના ગ્રૂપ બનાવીને આવી શકે છે. આ કારણે પોલિસ સખ્તાઈથી વર્તી રહી છે. આ સિવાય મેટ્રો સ્ટેશનની એન્ટ્રી અને એક્ઝિટ બંધ કરી દીધી છે.