એક કેચ, ત્રણ ફિલ્ડરોએ છોડ્યા પછી ફરી એકવાર ટીમ બાંગ્લા મજાકનો વિષય બની

ચિત્તોગ્રામ,તા.૩૧

જ્યારે બાંગ્લાદેશની ટીમ ક્રિકેટના મેદાનમાં હોય છે ત્યારે કંઈપણ શક્ય છે. બાંગ્લાદેશે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચના પહેલા જ દિવસે એક વિચિત્ર ડ્ઢઇજી લીધો હતો. બોલ બેટની વચ્ચે વાગ્યો હતો પરંતુ બાંગ્લાદેશના કેપ્ટને રિવ્યુ લેવાનું નક્કી કર્યું હતું. હવે મેચના બીજા દિવસે ફરીથી કંઈક એવું બન્યું, જે કદાચ કોઈએ પહેલા જાેયું ન હોય. બાંગ્લાદેશના ત્રણ ખેલાડીઓએ માત્ર એક જ કેચ છોડ્યો તે થોડું અજીબ લાગશે પરંતુ બાંગ્લાદેશના ત્રણ ખેલાડીઓ મળીને એક પણ કેચ પકડી શક્યા નથી. પ્રભાત જયસૂર્યા ફાસ્ટ બોલર ખાલિદ અહેમદ સામે બોલને ઓફ સ્ટમ્પની નજીકથી ચલાવે છે. બોલ બેટની બહારની કિનારી લઈને ફર્સ્ટ સ્લિપમાં ગયો. કેપ્ટન નઝમુલ હસન શાંતો બે પ્રયાસમાં તેને પકડી શક્યો ન હતો. બોલ તેના હાથમાંથી સરકી ગયો અને બીજી સ્લિપ પર ઉભેલા હુસૈન દીપુ પાસે ગયો. તેના હાથમાંથી બોલ પણ ઉછળી ગયો. પછી તે ત્રીજી સ્લિપની નજીક ગયો. ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા ઝાકિરે ડાઈવ લગાવી હતી પરંતુ તે પણ બોલને પકડી શક્યો ન હતો.આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમે ૫૩૧ રન બનાવ્યા હતા. ટીમ તરફથી કોઈ બેટ્‌સમેન સદી ફટકારી શક્યો ન હતો પરંતુ ૬ બેટ્‌સમેનોએ અડધી સદી ફટકારી હતી. મેન્ડિસે સૌથી વધુ ૯૩ રન બનાવ્યા હતા. છેલ્લી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર કામિન્દુ મેન્ડિસ ૯૨ રન બનાવ્યા બાદ અંત સુધી અણનમ રહ્યો હતો. દિમુથ કરુણારત્નેએ ૮૬ રન, કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ ૭૦, દિનેશ ચાંદીમલ ૫૯ અને નિશાન મદુષ્કાએ ૫૭ રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. શ્રીલંકાના માત્ર ત્રણ બેટ્‌સમેન રન આઉટ થયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution