એક ઝા૫ટાએ જ પાલિકાના દાવાઓ પર પાણી ફેરવી દીધું

કાળઝાળ ગરમી અને ઉકળાચ વચ્ચે લાંબો સમય રાહ જાેવડાવ્યા બાદ આજે વહેલી સવારે વડોદરા શહેર જિલ્લામાં મેઘમહેર થઈ હતી.જાેકે, વડોદરા શહેરમાં માત્ર અડધો ઇંચ વરસાદ થયો હતો. ત્યાં અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું હતું. અને ફરી પાલિકાની પ્રિમોન્શુન કામગીરીના દાવા પોકળ સાબિત થયા હતા.

છેલ્લા કેટલાક દિવસ થી લોકો વરસાદની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. શનિવારે રાત્રે પણ અમીછાંટણાંને બાદ કરતા વરસાદ થયો ન હતો. પરંતુ આજે વહેલી સવારે મેધરાજાએ મહેર કરતા થોડી ઠંડક થતા લોકોએ રાહત અનુભવી હતી. સ્થાનિક પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા પ્રમાણે વડોદરા શહેરમાં વહેલી સવારે ૬ વાગ્યાથી સવારે ૮ વાગ્યા સુધીમાં ૧૫ મિલી મીટર વરસાદ પડ્યો હતો. તો બીજી બાજુ અડધો ઇંચ વરસાદમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સવારે નોકરી ધંધાર્થે નિકળેલા લોકો પાણી ભરાયેલા જાેઈને તંત્ર સામે સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.

વડોદરા કોર્પોરેશન દ્વારા દર વર્ષે કરોડો ખર્ચીને પ્રિ મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે. પરંતુ પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ ઉપર થતી હોવાનું પ્રથમ વરસાદમાં પોકળ સાબીત થતી હોય છે. પાલિકા દ્વારા વરસાદી કાસની સફાઈને પ્રિમોન્સૂન કામગીરી ગણાવે છે. પરંતુ શહેરના સોસાયટી વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન, વરસાદી ગટરોની સફાઈ અને રસ્તાઓનીની યોગ્ય સફાઇ અને મરામત કરવામાં આવતી ન હોવાના કારણે સોસાયટી વિસ્તારના લોકોને અને સોસાયટીઓના આંતરિક માર્ગો ઉપરથી પસાર થનાર લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

વડોદરા કોર્પોરેશનના દ્વારા પ્રીમોન્સુન કામગીરી પૂરી થઈ ગઈ હોવાના દાવા વચ્ચે આજે અડધો ઇંચ વરસાદમાં જ વડોદરા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. શહેરના ડભોઈ રોડ, સોમાતળાવ પ્રતાપ નગરસ્, વીઆઈપી રોડ જ્યારે મકરપુરા ડેપો પાછળના માર્ગ પર તો જાણે મુસળધાર વરસાદ થયો હોય તેવા પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત દંતેશ્વર, પટેલ એસ્ટેટ, કિશનવાડી, સ્ટેશન, વાઘોડિયા રોડ ઉપરની સોસાયટીઓ, ગોત્રી વિસ્તાર, વડસર, સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા અને અને પાલિકાના પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી.

જીવ તાળવે ચોંટ્યો ા એક જ વરસાદમાં ભ્રષ્ટાચારના ખાડામાં વિદ્યાર્થીઓ સાથેની સ્કૂલ બસ ફસાઈ

વડોદરામાં સમાવીષ્ટ થયેલા વેમાલી વિસ્તારમાં ડ્રૂેનેજની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે આ કામગીરી બાદ યોગ્ય ચરી પૂરાણ નહી કરતા વહેલી સવારે થયેલા સિઝનના પ્રથમ વરસાદમાંજ બાળકોને લઈ જતી એક સ્કૂલ બસ વેમાલી અંમ્બે રેસ્ડન્સીના ગેટ પાસે ચરી બેસી જતા ફસાઈ ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ બસમાં બેસેલા બાળકોને બીજી બસમાં શાળાએ રવાના કરાયા હતા.તેમજ બસને બપોરે ૧૨ વાગે બહાર કાઢવામાં આવી હતી.આજ સ્થળે એક કાર પણ ફસાઈ હોવાનું જાણવા મળે છે. આ અંગેની જાણ સ્થાનિક કાઉન્સિલરને કરાતા ચરી પૂરાણની કામગીરી કરાઈ હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution