બોડેલી નજીક મેક્ષ ગાડીમાં લઈ જવાતા ૨,૩૨ લાખના દારૂ સાથે એકની ધરપકડ



     બોડેલી પોલીસ ઢોકલિયા ત્રણ રસ્તા ખાતે પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક મેક્ષા ગાડીમાં વિદેશી દારૂ લઈ જવામાં આવનાર છે. જેને લઇને ઢોકલિયા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી, વોચ દરમિયાન બાતમી મુજબની મેક્ષ ગાડી નં. ય્ત્ન ૨૩ છ ૪૨૧૫ આવતા તેને ઊભી રાખવા ઈશારો કરતાં મેક્ષ ગાડીના ચાલકે ગાડી બજારમાં ભગાવી મૂકી હતી,જેનો બોડેલી પોલીસે પીછો કરતા મેક્ષ ગાડી એપીએમસીમાં ભગવાઈને પાછળ આવેલા સ્મશાન તરફ લઈ જતાં ત્યાં આગળ રસ્તો પૂરો થઈ જતાં ગાડીનો ચાલક ગાડી મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો. બોડેલી પોલીસે તરત જ ગાડીની પાછળ જઈને ગાડીમાં સવાર અન્ય એક જણાંને પકડી લીધો હતો, અને ગાડીની તપાસ કરતા મેક્ષ ગાડીમાંથી વિદેશી દારૂની ૨૦૪૦ બોટલ જેની કિંમત રૂ.૨,૩૨,૦૮૦/- મળી આવી હતી, જેને બોડેલી પોલીસ મયંકે લેવાઈ ગાડીમાંથી ઝડપાયેલ ઈસમ ની પૂછપરછ કરતા તેને પોતાનું નામ વિરસિંગભાઈ નાયકડાભાઈ રાઠવા,રહે હોળી ફળિયા, ઘોઘાદેવ હોવાનું જણાવ્યું હતું. જ્યારે ગાડીના ચાલકનું નામ ભાયલાભાઈ ગોછલાભાઈ રાઠવા, રહે.હોળી ફળિયા, ઘોઘાદેવ હોવાનું જણાવ્યું હતું. જેથી બોડેલી પોલીસે વિદેશી દારૂ, અને ગાડી મળી કુલ રૂ.૨,૩૨,૦૮૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો દાખલ કરી એક જણાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution