લોસ એન્જલસ-
અમેરિકામાં જ્યોર્જ ફ્લોયડના મોતનો મામલો હજી પૂરો થયો ન હતો કે બીજા અશ્વેના મોતથી ખળભળાટ મચી ગયો છે. લોસ એન્જલસમાં પોલીસ દ્વારા ગોળી વાગતા આ યુવાનનું મોત નીપજ્યું હતું. પોલીસનું કહેવું છે કે યુવકના હાથમાં બંદૂક હતી. હિંસક અથડામણ દરમિયાન તેણે બંદૂક ફેંકી હતી. સ્થાનિક મીડિયા અનુસાર, માર્યા ગયેલા 29 વર્ષીય વ્યક્તિનું નામ ડિજોન કીજજી છે. સોમવારે ડીજોન તેની સાયકલ પર જઈ રહ્યો હતો કે તે જ સમયે પોલીસે તેમને વાહન કોડના ભંગ બદલ રોકવાનો પ્રયાસ કર્યો.
પોલીસનું કહેવું છે કે ડીજોન અટક્યો નહીં અને તે દોડવા લાગ્યા. પોલીસે તેને પકડ્યો ત્યારે તેણે એક અધિકારીને મુક્કો માર્યો. તેણે તેના કપડામાંથી કંઈક કાઢ્યું. લેફ્ટનન્ટ બ્રાન્ડન ડીનએ પત્રકારોને જણાવ્યું હતું કે, "અધિકારીઓએ જોયું કે ડીજોને જે કાઢ્યું હતું.તે કાળી અર્ધ-સ્વચાલિત હેન્ડગન હતી." તે જ સમયે ડિજોનને ગોળી વાગી હતી. આ યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તે સ્પષ્ટ નથી થઈ શક્યું કે ડીજોનને તે સમયે ગોળી મારી હતી જ્યારે તે જમીન પર પડેલી બંદૂક ઉપાડતો હતો કે નહીં. ડીને કહ્યું કે ત્યાં હાજર અધિકારીઓની આ સંદર્ભમાં પૂછપરછ કરવામાં આવશે. સ્થાનિક મીડિયા અનુસાર, ઘટના બાદ 100 જેટલા લોકો સ્થળ પર એકઠા થયા હતા અને ન્યાય માટે નારા લગાવવા લાગ્યા હતા.