મહિલા દિવસ પર સુરતમાં મહિલાએ ઝેરી દવા પીને પોલીસ સ્ટેશન પહોંચી અને પછી થયું એવું કે..

સુરત-

સુરતમાં મહિલા દિવસે જ મહિલાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. પતિએ ઘરમાંથી કાઢી મૂકતા મહિલા વંદા મારવાની ઝેરી દવા પી પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસ સ્ટેશનમાં જ મહિલા ઢળી પડતા મહિલા પીએસઆઈ પોતાની કારમાં મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જ્યાં હાલ મહિલાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી આ મહિલાના ત્રણ વર્ષ પહેલાં કવાસ ખાતે રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. મહિલાએ બે વર્ષ પહેલાં પુત્રને જન્મ આપ્યો હતો. દરમિયાન સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મહિલા 5 દિવસ પહેલાં જ અડાજણથી કવાસ સાસરીમાં ગઈ હતી. 4 દિવસ સાસરિયાંઓએ સારી રીતે રાખ્યા બાદ આજે પતિએ મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ પહેલાં પતિએ કાગળ પર સહી લઈ દીકરાને પણ લઈ લીધો હતો.

પતિ સહિત સાસરિયાંઓએ ઘરમાંથી કાઢી મૂકતા અને બે વર્ષના પુત્રને લઈ લેતા મહિલા ભાંગી પડી હતી. ત્યારબાદ ઝેરી દવા પીને ઇચ્છાપોર પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં જમીન પર ઢળી પડતાં મહિલા પીએસઆઈ તત્કાલિક આ અર્ધબેભાન અવસ્થામાં રહેલી મહિલાને પોતાની કારમાં સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. મહિલાએ પોતાનું નામ કલ્પના જણાવ્યું હતું. મહત્વનું છે કે અમદાવાદમાં હજુ આયેશાએ વીડિયો બનાવીને પતિના ત્રાસથી આપઘાત કર્યો હોવાની ઘટના તાજી જ છે. આયેશાએ અમદાવાદની સાબરમતીમાં નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. અમદાવાદની આયેશાની જેમ સુરતની શબનમને પણ તેના પતિએ માનસિક ત્રાસ આપીને તરછોડી દીધી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution